મેરેથોન દોડમાં ભાગ લેનાર દરેક સ્પર્ધક કોઇપણ પ્રકારની માહિતી, સ્પર્ધા દરમિયાન મદદની જરૂરીયાત માટે ટેલીફોનીક સંપર્ક કરી શકાશે.
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલિસનાં સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૮/૦૨/૨૦૧૮ નાં રોજ આયોજિત રાજકોટ મેરેથોન-૨૦૧૮ માટે મહાનગરપાલિકા દ્વારા તા.૧૭/૦૨/૨૦૧૮ નાં રોજ બપોરના ૩:૦૦ કલાકથી શરૂ કરીને તા.૧૮/૦૨/૨૦૧૮ નાં સાંજના ૬:૦૦ કલાક સુધી એમ ૦૨ (બે) દિવસ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલ છે. આ કન્ટ્રોલમાં રાજકોટ મેરેથોનને લગત કોઇપણ પ્રકારની માહિતી જેવી કે, મેરેથો દોડનો કેટેગરી વાઇઝ રૂટ, પ્રસ્થાન સમય, પાર્કિંગનાં સ્થળ વિ. સબંધી તેમજ સ્પર્ધા દરમિયાન કોઇપણ પ્રકારની મુશ્કેલી જેવી કે, મેડીકલ સારવારની ઇમરજન્સી જરૂરીયાત, પીવાનાં પાણીની જરૂરીયાત વિ. ઉદભવે તેવાં સંજોગોમાં ટેલીફોનીક જાણ કર્યેથી તાત્કાલિક ધોરણે મદદ પુરી પાડવામાં આવનાર છે. જેથી રાજકોટ મેરેથોન દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને માત્ર મેરેથોન દોડને લગત વિવિધ માહિતી તેમજ મદદની જરૂરીયાત માટે કન્ટ્રોલ રૂમનાં ટેલીફોન નં.- (૦૨૮૧) ૨૯૭૭૭૭૫ તથા (૦૨૮૧) ૨૯૭૭૭૭૩ પર સંપર્ક કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
વિશેષમાં રાજકોટ મેરેથોન-૨૦૧૮ ની વિવિધ કેટેગરીનાં રૂટ પર સી.સી.ટી.વી. કેમેરા દ્વારા પણ સઘનમોનીટરીંગ કરવામાં આવનાર છે.