રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાજ માર્ગો પર રખડતા ઢોરના પ્રશ્ને અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે, તે અંગે તંત્ર એકશનમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ANCD શાખા દ્વારા રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે ત્યારે મનપા દ્વારા ગત અઠવાડીયે ૨૯૧ રખડતા ઢોર પકડવામાં આવ્યા છે.
રામેશ્વર મહાદેવ, હનુમાનમઢી ચોક સહિતના વિસ્તારોમાં ૧૩ ઢોર પકડાયા
રાજકોટ શહેરના વિસ્તારો રામેશ્વર મહાદેવ, લક્ષ્મીનગર, હિંગળાજનગર, ગીત ગુજરી સોસાયટી, હનુમાનમઢી ચોક, તિરૂપતી સોસાયટી, ભોમેશ્વર મેઈન રોડ, શ્રમજીવી સોસાયટી તથા આજુબાજુમાંથી ૧૩(તેર) પશુઓ, સોરઠીયાવાડી, ભક્તિનગર, પોલિસ સ્ટેશન પાસે, સહકાર રોડ, નંદાહોલ, આનંદનગર મેઈન રોડ, દેવપરા, જંકલેશ્વર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૧૩(તેર) ઢોર પકડવામા આવ્યા છે.
કોઠારિયા સોલવન્ટ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ૫૬ ઢોર પકડાયા
રાજકોટના કોઠારિયા સોલવન્ટ, પ્રદ્યુમન પાર્ક મેઈન રોડ, સોમનાથ સોસાયટી, ગોપાલનગર, હરીદ્વાર સોસાયટી, શ્રીરામ સોસાયટી, કોઠારીયા ગામ રોડ, રણુજા મંદિર પાસે, ગણેશ પાર્ક મેઈન રોડ, મચ્છુનગર મેઈન રોડ, શિવ હોટલ પાસે, ગોંડલ હાઈવે તથા આજુબાજુમાંથી ૫૬(છપ્પન) ઢોરને પકડી પાડવામાં તંત્રને સફળતા મળી છે.
સાધુવાસવાણી રોડ રૈયાધાર સહિતના વિસ્તારોમાં ૪૩ ઢોર પકડાયા
શાસ્ત્રીનગર, રૈયા ગામ, મારવાડી વાસ, જ્યોતીનગર, સાધુવાસવાણી રોડ, ગોપાલ ચોક, યોગીનગર, આલાપગ્રીન, રૈયાગામ પાસે, ચંદન પાર્ક, સરકારી કર્મચારી સોસાયટી, રૈયાધાર, સદગુરુનગર સોસાયટી, ઘનશ્યામનગર, શાંતીનગર ગેટ પાસે, સદગુરુ પાર્ક મેઈન રોડ, શાંતીનગર મેઈન રોડ તથા આજુબાજુમાંથી ૪૩ ઢોર પકડવામાં આવ્યા છે.
પારેવડી ચોક કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં ૨૧ ઢોર પકડાયા
પારેવડી ચોક, સંતકબીર મેઈન રોડ, પેડક રોડ, કુવાડવા રોડ, ગોકુલનગર આવાસ પાસે, ખોડીયારનગર, R.T.O. પાછળ, નરસિંહનગર, રામ સોસાયટી, છપ્પનીયા ક્વાર્ટર્સ, રણછોડનગર, ભગવતી પરા, માર્કેટીંગ યાર્ડ, બ્રહ્માણી પાર્ક, રાધામીરા સોસાયટી, મોરબી રોડ તથા આજુબાજુમાંથી ૨૪(ચોવીસ) ઢોર , પરસાણાનગર, રેલનગર મેઈન રોડ, જંકશન પ્લોટ, પોપટપરા મેઈન રોડ, રઘુનંદન સોસાયટી, હંસરાજનગર, કાલાવડ રોડ, સ્લમ ક્વાર્ટર, ઝુલેલાલ મંદિર, સિંધી કોલોની તથા આજુબાજુમાંથી ૨૧ ઢોર પકડવામાં આવ્યા છે.
કણકોટ પાટીયા, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં ૩૩ ઢોર પકડાયા
કણકોટ પાટીયા, તાલુકા પોલિસ સ્ટેશન પાસે, કણકોટ પાટીયા રીંગ રોડ, જીવરાજ પાર્ક, બેડી ચોકડી તથા આજુબાજુમાંથી ૧૦(દસ) પશુઓ, નંદનવન શેઠનગર પાસે, સોમનાથ સોસાયટી, માધાપર ગામ, બ્રહ્માનંદ સોસાયટી, એ.જી. ચોક, કોર્ટ રોડ, મુખ્ય ચુટણી અધિકારીની ઓફિસ સામે, પચ્ચીસ વારીયા, નાગેશ્વર, ભારતીનગર, શ્યામનગર, શેઠનગર, મનહરપુર, વિનાયક વાટીકા તથા આજુબાજુમાંથી ૩૩ પશુઓ પકડવામાં આવ્યા છે.
માલવિયા પોલિસ સ્ટેશન પાસે સહિતના વિસ્તારોમાં ૧૨ ઢોર પકડાયા
માલવિયા પોલિસ સ્ટેશન પાસે, ઉદયનગર પાસે, નવલનગર, આંબેડકરનગર, મેઈન રોડ, મવડી વિસ્તાર, અમ્રુત મહોત્સવ સ્થળ, નવો રીંગ રોડ, કણકોટ મવડી રોડ, મુરલીધર ચોક તથા આજુબાજુમાંથી ૧૨(બાર) પશુઓ, તથા અન્ય વિસ્તારોમાંથી મળી કુલ ૨૯૧ પશુઓ પકડવામાં આવેલ છે.