રાજકોટ મહાનગરપાલિકા કમિશ્નર બંછાનિધિ પાનીના અધ્યક્ષ સ્થાને આજે સેંટ્રલ ઝોન કચેરીના કોન્ફરેંસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં યોજનારા ગણેશોત્સવના આયોજકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી અને હાલમાં સતત વકરતા જતાં સ્વાઇન ફ્લૂના રોગચાળાને નાથવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી
વિશેષમાં આ અંગે કમિશ્નરે જણાવ્યુ હતું કે ગણેશોત્સવના સ્થળે સ્વાઇન ફ્લૂ થી કઈ રીતે બચી શકાય તે અંગે પોસ્ટરો લગાવવા, આ ઉપરાંત ઓડિયો તેમજ વિડીયો ક્લિપ પ્રદર્શિત કરવા તેમજ ગણેશ પાંડલની મુલાકાતે આવતા લોકોને પ્રસાદી રૂપે ઉકાળાનું વિતરણ કરવા જેવી સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉપરોક્ત બેઠકમાં વિવિધ ગણેશોત્સવના આયોજકો ઉપરાંત ડેપ્યુટી કમિશ્નર અણ મહેશ બાબુ, ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો રાઠોડ અને આસી. કમિશ્નર કાગાથરા સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.