અબતક, રાજકોટ
કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીમા સંક્રમીત ન થાય. જે અન્વયે લોકોની જાનમાલનુ રક્ષણ થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ લોકોની ભીડ વાળી જગ્યાઓએ જરૂરી પેટ્રોલીંગ કરી કોરોના વાયરસની સામે રક્ષણ મળી તે માટે લોકોને સરકાર દ્રારા આપવામા આવતી કોરોના વાયરસની રસી લેવા પણ અપીલ કરી પોલીસ પ્રજાનો સાચો મીત્ર બને તે માટે જરૂરી સેવાકીય કાર્યો કરવા પણ જણાવેલું છે. જે અન્વયે રાજકોટ શહેર, નવગામ, સરકારી આવાસ યોજના કવાટરની પાછળ, માનસિક નિરાધાર વ્યકતિઓ માટેની સંસ્થા, આવેલ હોય સદરહુ સંસ્થા ખાતે આશરે 26 જેટલા માનસીક દિવ્યાંગ વ્યકિતઓ રહેતા હોય.
મહાપાલિકા અને પોલીસે માનસિક વ્યક્તિઓની સાર સંભાળ લીધી
જે વ્યકિતઓની સાર સંભાળ માનસિક નિરાધાર વ્યકિતઓ માટેની સંસ્થા ના સંચાલકો દ્રારા કરવામા આવતી હોય. અને તમામ વ્યકિતઓ ત્યા પોતાના પરીવાર વગર રહેતા હોય. જેથી આ માનસીક દિવ્યાંગ વ્યકતીઓ પણ કોરોના વાયરસથી સંક્રમીત ન થાય. તેમજ તેઓનુ પણ સ્વાસ્થય સારી રીતે જળવાઇ રહે જે હેતુથી બી ડીવીજન પોલીસ સટેશના અધિકારી તથા કર્મચારીઓ તથા રાજકોટ મહાનગર પાલીકા, દ્રારા સંચાલીત, મોરબી રોડ જકાતનાકા પાસે આવેલ આરોગ્ય કેન્દ્રના મેડીકલ સ્ટાફ ના કર્મચારીઓએ સાથે મળીને સદરહુ માનસિક નિરાધાર વ્યકતિઓ માટેની સંસ્થા ખાતે રહેતા વ્યકતીઓને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ આપવાનુ આયોજન કરવામા આવેલ હતુ. આ કાર્ય અન્વયે સદરહુ સંસ્થામા રહેતા માનસીક દિવ્યાંગ વ્યકિતઓ તથા સંસ્થાના કાર્યકતાઓએ બી ડીવીજન પોલીસનો તથા રાજકાટ શહેર પોલીસ પરીવારનો આભાર માનેલ હતો.