રેસકોર્ષમાં વિવિધ સ્થળોની મુલાકાત લઇ બ્યુટીફિકેશન માટે સુચનાઓ આપી
શહેરના હાર્દસમા ગણાતા રેસકોર્ષની આજે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ અધિકારીઓ સાથે મુલાકાત કરી વિવિધ સ્થળોની માહિતી મેળવી હતી.
રેસકોર્ષમાં આવેલ સ્વીમીંગ પુલ, બ્યુટીફીકેશન ગેલેરી, પ્લેનેટોરિયમ, લોક વિજ્ઞાન કેન્દ્ર, માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, જીમ્નેશીયમ, ફૂટબોલ ગ્રાઉન્ડ, એનર્જી પાર્ક અને આર્ટ ગેલેરીની વિઝિટ કરી માહિતી મેળવી હતી.
રાજકોટ રંગીલા શહેરીજનો માટે રેસકોર્ષને વધુ આકર્ષિત બનાવવા માટે મ્યુનિ. કમિશનરએ વિવિધ માહિતી મેળવી હતી તેમજ બ્યુટીફીકેશન ગેલેરીને અપગ્રેડેશન કરવા સંબંધિત અધિકારી સાથે ચર્ચા કરી હતી. બ્યુટીફીકેશન ગેલેરીને આકર્ષિત બનાવવા માટે એન્ટ્રી ગેઈટ બનાવવો, લાઈટીંગનો વધારે ઉપયોગ કરવો તેમજ ચિત્રનગરી સાથે સંકલન કરી ચિત્રો બનાવવા વિગેરે બાબતો પર ચર્ચા કરી હતી.
આજે મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર. સિંહ અને ચેતન નંદાણી, એડી. સિટી એન્જી. એમ. આર. કામલીયા, ડાયરેક્ટર ગાર્ડન્સ એન્ડ પાર્કસ ડો. કે. ડી. હાપલીયા, સિટી એન્જી. બી. ડી. જીવાણી, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર, પી.એ. (ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર એચ. આર. પટેલ, ડે. એન્જી. જે. ટી. લોલારીયા, એન્ક્રોચમેન્ટ ઓફિસર પરબત બારૈયા, આસી. મેનેજર દિપેન ડોડીયા અને ભરત કાથરોટીયા, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા અને રાજકોટ સ્પોર્ટ્સ પ્રમોશન ફાઉંડેશનના સીઇઓ રાજદીપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.