રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિતરીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા વોર્ડ ઓફિસ અને વોર્ડના વિસ્તારોમાં રૂબરૂ જઈને વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવે છે.
ગઈકાલે સમીક્ષા કરવા માટે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ વોર્ડ નં. ૦૮માં વિવિધ શાખાના અધિકારીઓને સાથે રાખી મુલાકાત કરી લોકો દ્વારા આવતી ફરિયાદનો નિકાલ કરવા અંગે કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ નાગરિક દ્વારા ગ્રીવન્સ રિડ્રેસલ એપ્લીકેશન (ઓનલાઈન)માં થયેલી ફરિયાદના નિવારણ બાદ ફરિયાદીના ઘરે રૂબરૂ જઈને ચકાસણી કરી હતી તેમજ વોર્ડ નં. ૦૮માં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ અંગે કરવામાં આવેલ લીંક-અપ કામગીરીથી પ્રભાવિત થયા હતા.
શહેરના જે જે વિસ્તારમાં બાકી હોય ત્યાં વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલ લીંક-અપ કરવા સુચના આપી હતી ત્યારબાદ ડ્રેનેજ સફાઈ બાદ સ્લજ તાત્કાલિક ઉપાડવા માટે પણ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંબંધિત અધિકારીને સુચના આપી હતી.
વોર્ડ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનરએ યોગી નિકેતન – ૩માં નાગરિક દ્વારા ડ્રેનેજની ઓનલાઈન ફરિયાદ કરી હતી જે અન્વયે ફરિયાદીના ઘરે રૂબરૂ જઈને ફરિયાદ નિવારણ બાબતે ચકાસણી કરી હતી. તેમજ વોર્ડ નં. ૦૮ વોટર કનેક્શન બીલ અને પ્રોપર્ટી બીલની લીંક-અપ કરવાની કામગીરી ખુબ સારી થયેલ છે જેનાથી મ્યુનિ. કમિશનર પ્રભાવિત થયા હતા અને શહેરના જે જે વિસ્તારોમાં બાકી હોય તેવા વિસ્તારોમાં લીંક-અપ કરવાની સુચના પણ આપી હતી.
વધુમાં મ્યુનિ. કમિશનરએ વોર્ડ નં. ૦૮માં આવતા આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસરો સાથે વેક્સીનેશન અને ટેસ્ટીંગની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. મ્યુનિ. કમિશનરએ વોર્ડ નં.૦૮માં રૂબરૂ મુલાકાત કરી સંબંધિત તમામ અધિકારીશ્રીઓ પાસેથી આ વોર્ડના કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓની સમીક્ષા કરી હતી.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર સાથે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર. સિંઘ, પર્યાવરણ ઈજનેરશ્રી નીલેશ પરમાર, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, આસી. કમિશનર સમીર ધડુક, આસી. મેનેજર નીરજ વ્યાસ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, અને વોર્ડ નં. ૦૮ના વોર્ડ ઓફિસર ભાવેશ સોનાગરા હાજર રહ્યા હતા.