રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની રજુઆતને સફળતા
હમસફર એકસપ્રેસ દર રવિવાર, મંગળવાર અને ગુરુવારે રાજકોટથી ઉપડશે
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની સતત રજુઆતના ફળ સ્વરૂપે રાજકોટ-મુંબઈ વચ્ચે ચોથી ટ્રેઈન શરૂ કરવા રેલવે મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.
રાજકોટ ચેમ્બર દ્વારા વેપાર-ઉધોગના પ્રતિનિધિઓ વારંવાર પોતાના વેપાર-ધંધા તેમજ અન્ય કામકાજો માટે મુંબઈ જતા હોય ત્યારે રાજકોટ-મુંબઈ વચ્ચે મુસાફરોનો ટ્રાફિક વધુ રહેતો હોય છે તે માટે વધુ એક ટ્રેઈનની સુવિધા શરૂ કરવા રજુઆત કરવામાં આવેલ તેને ધ્યાનમાં લઈ રેલવે મંત્રાલય દ્વારા હમસફર એકસપ્રેસ ટ્રેઈન ટુંક સમયમાં શરૂ થઈ જશે. જે ટ્રેઈન બોરીવલી સ્ટેશને સ્ટોપ મળશે.
આ ટ્રેઈન રવિવાર, મંગળવાર અને ગુરુવાર એમ ત્રણ દિવસ રાત્રે ૯ કલાકે રાજકોટથી ઉપડશે અને શનિવાર, સોમવાર અને બુધવારના બપોરના ૧૨:૧૫ કલાકે મુંબઈ બોરીવલીથી ઉપડશે. આમ આ ટ્રેઈનની સુવિધાથી રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલી ભોગવવી નહીં પડે તેમજ એક વધુ ટ્રેઈનની સુવિધા મળશે તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી. પી. વૈષ્ણવ તથા ઉપપ્રમુખ અને રેલવે ઝેડઆરયુસીસી મેમ્બર પાર્થભાઈ ગણાત્રાએ જણાવ્યું છે.