રાજકોટથી મુંબઈ દરરોજ સાંજે 5 કલાકે એર ઇન્ડિયાની ફ્લાઈટનું નિયમિત સંચાલન થાય છે, પરંતુ મુંબઈમાં દોઢેક મહિના સુધી રન-વેનું મેન્ટેનન્સ કામ ચાલવાનું હોય રાજકોટ-મુંબઈ સાંજની ફ્લાઈટને અસર થઇ છે. આગામી તારીખ 31 માર્ચ 2019 સુધી રાજકોટથી દરરોજ સાંજે 5 કલાકે મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ મંગળવારે, ગુરુવારે અને શનિવારે ત્રણ દિવસ માટે રદ કરવામાં આવી છે.જેના કારણે મુંબઈથી 4 કલાકે રાજકોટ આવવા માટે ટેકઓફ થતી એર ઇન્ડિયાની ફ્લાઈટ આગામી 31 માર્ચ સુધી મુંબઈથી ટેકઓફ નહીં થઇ શકે.આથી રાજકોટથી પણ આ ફ્લાઈટ અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળ, ગુરુ અને શનિવારે રદ કરવામાં આવી છે. રન-વેની કામગીરી પૂર્ણ થયા બાદ ફરી આ ફ્લાઈટ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.
Trending
- નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વેમાં 10મી-ITI પાસની ભરતી
- Coca Colaની PET બોટલ રિલાયન્સની કેમ્પા કોલાને આપશે ટક્કર…!
- ગાડી પ્રત્યે ગજબ પ્રેમ! અમરેલીમાં ખેડૂતે કારને આપી સમાધિ
- આવું તે કઈ હોતું હશે…આ દેશમાં જાડા લોકોને થાય છે સજા!
- માત્ર કેન્સર જ નહીં પણ આ સ્વાસ્થ્ય સમસ્યાઓને શોધવા માટે રેડિયોગ્રાફી જરૂરી
- સુરત: જીમ અને સ્પામાં આગ લાગવાના મામલે ઝોન 4 DCP વિજયસિંહ ગુર્જરનું નિવેદન
- Gujarat : 57 નગરપાલિકાએ નથી ભર્યા વીજબિલ
- સુરતમાં બેઝમેન્ટના હોલમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતા એક પછી એક મહિલાઓ પડવા લાગી