આ ટ્રેનમાં ૧ ફર્સ્ટ એસી, ૩ સેકેંડ એસી, ૧૦ થર્ડ એસી તથા ર બ્રેકવાન કોચ જોડાતા મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે
પશ્ર્ચિમ રેલવેના રાજકોટ મંડળમા આવતી જતી ટ્રેન સંખ્યા ૧૨૨૬૭/૧૨૨૬૮ રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ – રાજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેન તા.૬ જાન્યુઆરી ર૦૨૦ થી એલએચબી કોચ સાથે દોડશે. આ કોચ જોડાતા મુસાફરો આરામદાયક મુસાફરી કરી શકશે.
હવેથી આ ટ્રેનમાં કુલ ૧૬ કોચ જોડાશે જેમાં ૧ ફર્સ્ટ એસી., ૩ સેકેંડ એસી, ૧૦ થર્ડ એસી તથા બે બ્રેકવાન કોચ જોડદામાં આવશે.
દુરન્તો એકસપ્રેસમાં વધારાના એલએચબી કોચ જોડાતા કાયાપલ્ટ થઇ છે. જર્મન બનાવટના આ કોચની અનેક વિશેષતા છે.
જે અકસ્માત વેળાએ એકબીજા ઉપર ચઢી જતા નથી તેમજ પાટા પરથી ખડી પડતા નથી આ કોચ હળવા હોવાથી ટ્રેન પણ સ્પીડમાં દોડી શકે છે. અગાઉ દુરન્તો એકસપ્રેસમાં ઇકોનોમી કલાસના એસી કોચ જોડેલા હતા પરંતુ ૬ જાન્યુઆરી ૨૦૨૦ થી જર્મન બનાવટના એલએચબી કોચ જોડાતા મુસાફરો માટે મુસાફરી કરવી આરામ દાયક બની રહેશે.