રાજકોટ ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્5િટલના નિર્માણની પ્રક્રિયા હાલ પૂર જોશમાં ચાલી રહી છે. રાજકોટના પરાપીપળીયા ગામ પાસે અંદાજીત 201 એકરમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ અને એકડેમિકની સુવિધા સાથે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કામગીરી ચાલી રહ્યું છે. રાજકોટ ખાતે નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરુરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેકટીવીટી ઇલેકટ્રીફીકેશ સહિતની જરુરી કાર્યવાહી ચાલુ છે.
આગામી ડિસેમ્બર-2021 સુધીમાં ઓ.પી.ડી. અને આગામી ર0રર આસપાસ ઇન્ડોર પેશન્ટની સારવાર શરુ થવાની શકયતાઓ સેવાય રહી છે. આજરોજ સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા એઇમ્સ હોસ્પિટલની સાઇટ વીઝીટ કરવામાં આવી હતી તથા એઇમ્સ હોસ્પિટલના ડાયરેકટર ડો. (કર્નલ) સી.ડી.એસ. કટોચે સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી 201 એકરમાં નિર્માણ પામનાર એઇમ્સ હોસ્પિટલના પ્રોજેકટનું પ્રેઝનટેશન નિહાળ્યું હતું. 1200 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રોજેકટનું કાર્ય કયાં પહોચ્યું કેટલા સમયમાં પૂર્ણ થશે સહિતની કામગીરીની માહીતી મેળવી હતી.
એઇમ્સનું કામ નિયત સમયમાં પૂર્ણ થશે અને સૌરાષ્ટ્રવાસીઓને તેનો લાભ મળશે: મોહન કુંડારીયા
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દભાઇ મોદીએ ગુજરાતને તેમાં પણ રાજકોટને એઇમ્સ આપી છે તે બદલ તેઓનો આભાર વ્યકત કરું છું. વડાપ્રધાનનો આ ક્રિમ પ્રોજેકટ છે. એઇમ્સ હોસ્પિટલ જલ્દી શરૂ થાય, અને રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને વધુમાં વધુ સુવિધા ઉપલબ્ધ થાય તે માટેનું પ્લાનીંગ કરવામાં આવ્યું છે. આ પ્રોજેકટમાં ર4 કલાક કામગીરી ચાલુ છે.
પરંતુ કોરોનાના કારણે થોડી તકલીફ પડે છે. પરંતુ જે ટાર્ગેટ છે. આગામી ડિસેમ્બરમાં હોસ્પિટલ શરુ થાય, ઓપીડી શરુ થાય તે માટેનું પ્લાનીંગ આવ્યું છે. અત્યારે હોસ્ટેલ બિલ્ડીંગ, દર્દીઓની આજે આવતા લોકોના બિલ્ડીંગો સહીત અલગ અલગ બિલ્ડીંગોના કામો ચાલુ છે. અમુક બિલ્ડીંગ 60 ટકા, અમુક 70 ટકા સુધીના બાંધકામો પૂર્ણ થયાં છે. સમય મર્યાદામાં પ્રોજેકટ પૂર્ણ થશે. આજે પણ દિલ્હીની એઇમ્સમાં એકસ્પાન્સન માટે બિલ્ડીંગોના કામો શરુ છે. સતત પ્રક્રિયા ચાલુ છે.
જરુર પડતી જાય તેમ વધુને વધુ બિલ્ડીંગો બનતા જશે. મેડીકલ કોલેજ પણ શરુ કરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં અહિંની એઇમ્સમાં ઓપીડી થાય તે માટેનું પ્લાનીંગ થયું છે. તમામ એઇમ્સના અધિકારીઓ દીલથી ઇચ્છી રહ્યાં છે. કે એઇમ્સ એવી બનવી જોઇએ કે ખરા અર્થમાં ગુજરાતને જે સુવિધા ઉપલબ્ધ થઇ છે સૌરાષ્ટ્રના લોકોને સારી રીતે તેનો ફાયદો થાય, તેની સાથો સાથ આયુષ હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે. જો ત્રીજો વેવ આવે તો અહિંયા પ0 બેડની હોસ્ટિપલ તાત્કાલીક શરુ કરવામાં આવે. તેવું ડોકટર દ્વારા પ્લાનીંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને તેનો બેનીફીટ મળે આ આખું કેમ્પસ તૈયાર કરવામાં 1ર00 કરોડની આસપાસ ખર્ચ થનાર છે. ભારત સરકાર રાજય સરકાર દ્વારા રસ્તાના પ્રશ્ર્નો, રેલવેના ઓવરબ્રિજના પ્રશ્ર્નો કે એઇમ્સને જોડતા રસ્તાઓને મંજુર કર્યા છે.
એઇમ્સ પ્રોજેકટનું કામ સમયસર પૂર્ણ કરીશું: ડો.સી.કે. એસ. કટોચે (એઇમ્સ ડિરેકટર)
‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન એઇમ્સના ડિરેકટર ડો. સી.કે. એસ કોટેચેએ જણાવ્યું હતું કે એઇમ્સનું કામકાજ અંદાજે 40 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. એઇમ્સમાં ઓ.પી.ડી. ત્યારબાદ સ્પેશ્યાલીટી હોસ્પિટલ, મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ, આયુષ હોસ્5િટલ, નસીંગ કોલેજ તથા ડેન્ટલ કોલેજ શરૂ કરવામાં આવશે. કામ ઘણું બધુ થનાર છે. સૌપ્રથમ અમે ઓપીડીથી શરુઆત કરીશું ડીસેમ્બર સુધીમાં અમારો ટાગેટ છે કે ઓપીડી શરુ કરવામાં આવશે. સાથો સાથ બિલ્ડીંગનું સ્ટ્રકચર અને બાઉન્ડ્રી વોલ, એકેડેમિક હોસ્ટેલ,
ડાઉનીંગ રૂમ્સ, ગેસ્ટ હાઉસ, નસિગ પી.જી. હોસ્ટેલ, હાઉસીંગ વગેરે કામો થશે. અત્યારે ર01 એકરમાં બનનાર છે પરંતુ દસ વર્ષ બાદ વધુ નવા સેન્ટર ખોલવા માટે અકોમોડેશન રાખવામાં આવ્યું છે અને આગળ માટેનું પણ પ્લાનીંગ છે. રૂડા દ્વારા અમે રપમાંથી ર4 બિલ્ડીંગની મંજુરી મળી ગઇ છે. હોસ્ટિપલના બિલ્ડીંગ માટેની રૂકાવટ હતી તે કલીયર થઇ ગઇ છે. આજે સાંસદ મોહનભાઇ કુંડારીયાને સાઇટ વીઝીટ માટે આવ્યા છે તેઓને કેટલું કામ થયું તેના વિશે અવગત કરાયા છે.