ચાર શખ્સોએ મારકૂટ કરી બોટલો અને પથ્થરો ના ઘા કર્યા : ચારેય સામે નોંધાતો ગુનો
સાધુ વાસવાણી રોડ પર આવેલ ગુરુજીનગર ક્વાર્ટરમાં રહેતા યુવાન અને તેની માતા પર ચાર શખ્સોએ હુમલો કરી મારકૂટ કરી હતી.અને બંને પર છૂટા બોટલો,પથ્થરો ના ઘા બંને માતા પુત્રને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસને થતા પોલીસે ચાર હિસાબે ગુનો નોંધી તેઓની શોધખોળ હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ ગુરુજીનગર ક્વાર્ટરમાં રહેતા પારસભાઈ લાભુભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું અને મારા કુટુંબીક ભત્રીજો ફુલદિપભાઇ બારૈયા અમો બન્ને અમારા કવાર્ટર ના આવેલ ગેટ પાસે ઉભા હતા.ત્યારે અમારા બે માળીયા ક્વાર્ટર માં રહેતા સોહીલ રાજુભાઇ બહારથી બાઇક લઇને આવ્યો અને જોર જોરથી ગાળો બોલતો હોય અને જ્ઞાતિ પ્રત્યે અડધુત કરતો હતો.જેથી અમોએ તેમને ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ મારી સાથે ઝપાઝપી કરવા લાગતા આજુબાજુ માં માણસો ભેગા થઇ જતા અમોને વધુ માર મારવામાંથી છોડાવેલ હતા.આ સોહીલ તેના મિત્ર સોહિલ બુકેરા,યુવરાજ ચૌહાણ અને એજાજ ઉર્ફે એજુ નાઓ રાડો પાડતા પાડતા આવ્યા અને યુવરાજ છુટા પથ્થર ના ઘા કરવા લાગ્યો હતો.
જેથી હુ ગેટ તરફ જતા સોહીલ રાજુભાઇ તેના હાથમાં રહેલ પ્લાસ્ટીક ના ધોકાથી આડેધડ શરીરે મારવા લાગેલ તેમજ સોહીલ બુકેરા એ તેના હાથમા રહેલ છરી મને જમણા પગના સાથળના ભાગે મારી દીધેલ અને એજાજ ઉર્ફે એજુ છૂટી કાચની બોટલના ઘા કરતો હોય મને ડાબા પગના પંજા ઉપર કાચ વાગેલ અને આ વખતે ફુલદિપ તેમજ મારી જેમાં તેના માતા રેખાબેન વચ્ચે છોડા આવતા આરોપીઓ તેના પણ હુમલો કર્યો હતો જેમાં માતા પુત્રને ઈચ્છા પોતાના તત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવ્યા હતા બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસે સોહિલ રાજુ ભાઈ,સોહિલ બુકેરા,યુવરાજ ચૌહાણ અને એઝાંઝ ઉર્ફે એજુ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.