મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે આરોગ્ય સમિતી ચેરમેન જયમીન ઠાકરનું અભિયાન
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે ત્યારે દિવાળીના તહેવારમાં રાજકોટ મચ્છર મુકત બને તે માટે મહાપાલિકાના આરોગ્ય સમીતીના ચેરમેન જયમીન ઠાકરે અભિયાન ઉપાડયું છે. જે અંતર્ગત આવતીકાલથી શહેરમાં વન-ડે ટુ વોર્ડ ફોગીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય સમીતી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, આવતીકાલે વોર્ડ નં.૧ અને ૨, ૨૭મીએ વોર્ડ નં.૩ અને ૭, ૨૮મીએ વોર્ડ નં.૫ અને ૬, ૨૯મીએ વોર્ડ નં.૭ અને ૮, ૩૦મીએ વોર્ડ નં.૯ અને ૧૦, ૩૧મીએ વોર્ડ નં.૧૧ અને ૧૨, ૧લી નવેમ્બરે વોર્ડ નં.૧૩ અને ૧૪, બીજી નવેમ્બરે વોર્ડ નં.૧૫ અને ૧૬ જયારે ૩જી નવેમ્બરે વોર્ડ નં.૧૭ અને ૧૮માં સઘન ફોગીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં તમામ શેરી અને સોસાયટીઓ સુધી ફોગીંગની કામગીરી હાથ ધરાશે.