કોલ સેન્ટરમાં સપ્ટેમ્બર માસમાં 30333 ફરિયાદો નોંધાઈ: મોટાભાગની ફરજ ફરિયાદોને નિકાલ કરાયો હોવાનો તંત્રનો દાવો
સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા રાજકોટમાં આજની તારીખે પ્રાથમિક સુવિધાઓને લગતી ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે.છેલ્લા એક સપ્તાહમાં મહિનામાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં અલગ અલગ વિભાગોને લગતી 30 333 ફરિયાદો નોંધાય છે.જે પૈકી 28968 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનું દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. સૌથી વધુ ફરિયાદ રાબેતા મુજબ ડ્રેનેજ અને બીજા ક્રમે રોશની વિભાગની છે.
ગત સપ્ટેમ્બર માસમાં કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ડ્રેનેજ શાખાને લગતી અલગ અલગ 1600 જેટલી ફરિયાદો નોંધાય છે જેમાં ડ્રેનેજ ચોકઅપ હોવાની અને ઉભરાતી હોવાની સૌથી વધુ 14844 ફરિયાદો નોંધાય છે. જ્યારે ડ્રેનેજ મેન્ટેનન્સને લગતી 1121 ફરિયાદો નોંધાય છે.
રોશની શાખાને લગતી 5922 અને સોલિડ વેસ્ટ શાખાને લગતી 2642 ફરિયાદ નોંધાય છે બાંધકામ શાખાને લગતી 1233 ફરિયાદો નોંધાય છે.દૈનિક 1000થી પણ વધુ ફરિયાદ કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાય રહી છે પાણીને લગતી ફરિયાદોનો પણ પાર નથી. પાણીની 2123 ફરિયાદ નોંધાય છે. એક મહિનામાં કુલ 30333 ફરિયાદ નોંધાય છે. જે પૈકી 289968 ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે. અને 246 ફરિયાદ પેન્ડિંગ છે.જ્યારે કોર્પોરેશનની ન હોય તેવી 454 ફરિયાદો પણ કોલ સેન્ટરમાં થાય છે.