પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 2.89 ટકા ઉંચો
અનેક યોજનાઓ છતાં શાળા છોડવાનો દર વધ્યો હોવાનું સામે આવ્યુ છે.અને શાળા છોડવામાં છોકરા કરતા છોકરીઓની સંખ્યા વધુ હોવાનું એક સર્વેમાં જણાવાયું છે. પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો 2.89 ટકા ઉંચો નજરે પડ્યો છે.
રાજયનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો અધ વચ્ચે શાળા છોડે નહિ તે માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે પરંતુ તેનાં હકારાત્મક પરિણામો રાજકોટ જિલ્લામાં જોવા મળ્યા નથી. એક જાહેર કરાયેલા સરકારી અહેવાલમાં રાજકોટ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શાળા છોડવાનો દર વધીને 2.89 ટકા સુધી પહોંચી ગયો છે. રાજકોટ ગ્રામ્યમાં 515 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. શાળા છોડવામાં છોકરા કરતા છોકરીઓની સંખ્યા વધુ નજરે પડી છે.
રાજકોટ જિલ્લામાં 1340 જેટલી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે હાલ 2 લાખ કરતા વધુ બાળકો ધો. 1 થી 8 માં અભ્યાસ કરી રહયા છે. જિલ્લા પંચાયતનાં અહેવાલ મુજબ વર્ષ 2018 – 19 માં શાળા છોડવાનો દર 1.57 ટકા હતો તે 2019 – 20 માં વધીને 2.89 ટકા થઈ ગયો છે. છેલ્લા બે 3 વર્ષમાં કોરોના કાળને કારણે શાળાઓ બંધ હોવાથી તેનાં આંકડા બહાર આવ્યા નથી. દર વર્ષે હજારો બાળકો શાળા છોડી રહયા છે. રાજકોટ જિલ્લામાં શાળા છોડવાનો દર ક્ધયાઓમાં વધુ 3.82 જેટલો ઉંચો અને કુમારોમાં 2.11 વર્ષ 2019 – 20 માં રહયો હતો.
હાલ રાજકોટ ગ્રામ્યમાં મહેકમની સામે 515 શિક્ષકોની જગ્યા ખાલી છે તે બાબત પણ શિક્ષણને નડતરરૂપ બાબત કહી શકાય.
જિલ્લાની શાળાઓમાં 515 શિક્ષકોની જગ્યા ખાલી
જિલ્લા પંચાયતનાં અહેવાલ મુજબ વર્ષ 2018 – 19 માં શાળા છોડવાનો દર 1.57 ટકા હતો તે 2019 – 20 માં વધીને 2.89 ટકા થઈ ગયો છે. છેલ્લા બે 3 વર્ષમાં કોરોના કાળને કારણે શાળાઓ બંધ હોવાથી તેનાં આંકડા બહાર આવ્યા નથી. દર વર્ષે હજારો બાળકો શાળા છોડી રહયા છે. રાજકોટ જિલ્લામાં શાળા છોડવાનો દર ક્ધયાઓમાં વધુ 3.82 જેટલો ઉંચો અને કુમારોમાં 2.11 વર્ષ 2019 – 20 માં રહયો હતો. હાલ રાજકોટ ગ્રામ્યમાં મહેકમની સામે 515 શિક્ષકોની જગ્યા ખાલી છે.