મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજીત કૃષિ મહોત્સવમાં ઉમટી પડશે ખેડુતો
આગામી તા.૧૯મેના રોજ સવારે ૯ કલાકે જિલ્લાના ગોંડલ ખાતે નવા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જીલ્લા તથા મોરબી જીલ્લાના સંયુકત ‘કૃષિ મહોત્સવ-૨૦૧૭’ના કાર્યક્રમનું અનેરુ આયોજન કરવામાં આવેલ છે. આ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય વાહન વ્યવહાર તથા રાસાયણિક ખાતરમંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજયકૃષિ મંત્રી ચીમનભાઈ સાપરિયા, નાગરિક પુરવઠામંત્રી જયેશભાઈ રાદડિયા, પંચાયત મંત્રી જયંતિભાઈ કવાડિયા, ઉધોગ મંત્રી રોહિતભાઈ પટેલ, કૃષિ-સહકાર વિભાગના સંસદીય સચિવ બાબુભાઈ પટેલ, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા, વિઠ્ઠલભાઈ રાદડિયા અને બંને જીલ્લાના ધારાસભ્યઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે.
આ કૃષિ મહોત્સવમાં ખેડુત મિત્રોને મોટી સંખ્યામાં હાજરી આપવા જીલ્લા ભાજપાના પ્રમુખ ડી.કે. સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો. ભરતભાઈ બોઘરા વગેરેએ અબતકને આપેલા નિવેદન દ્વારા અપીલ કરી છે. તેઓએ અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, રાજય સરકારના પ્રયત્નોથી ખેડુતોમાં આવેલ જાગૃતિના પરિણામે કૃષિક્ષેત્રે હરણફાળ ભરેલ છે. મુખ્ય પાકોનું વધારો નોંધાયેલ છે. રાજયના કિશાનો આર્થિક રીતે સઘ્ધર થાય અને ખેડુતોની આવક બમણી થાય તે આશયથી રાજયભરમાં સતત ૧૨ વર્ષથી કૃષિ મહોત્સવના માધ્યમ દ્વારા ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે બે આંકડામાં કૃષિ વિકાસદર સાથે ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે કૃષિ મહોત્સવની આ પરંપરાને આગળ વધારતા રાજય સરકાર દ્વારા આ વર્ષનો ૧૩મો કૃષિ મહોત્સવ ગત તા.૬મેથી શ‚ થયેલ છે. જે તા.૨૩મી મે ૨૦૧૭ સુધી રાજયભરમાં યોજાશે.
આ આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ થોડા વર્ષો પહેલા નજર કરીએ તો ગુજરાતની ગણતરી ભારતના કૃષિપ્રધાન રાજયમાં થતી ન હતી પરંતુ આજે તેની ગણના એક અગ્રગણ્ય કૃષિપ્રધાન રાજય તરીકે થઈ રહી છે. છેલ્લા દોઢ દસક દરમ્યાન ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે આવેલા આ બદલાવનું કારણ હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની પ્રગતિ અને ઉત્કર્ષનો પાયો નાખેલો છે. તેના પર રાજય સરકારે સામાજિક અને આર્થિક વિકાસની ઈમારતનું નિર્માણ કરવાની કામગીરીને વધુ તેજ ગતિથી ચાલુ રાખી છે.
ગુજરાત સરકાર દ્વારા પાક લોન પર ખેડુતોને અસરકારક રાહત આપવાનો નકકર નિર્ણય કરવામાં આવ્યો છે. ખેડુતોને પાક લોનની સમયસર ચુકવણી ઉપર ૩ ટકા વ્યાજ સહાય અને ગ્રામીણ સહકારી ધિરાણ માળખા અંતર્ગત મેળવેલ પાકલોન માટે ૨ ટકા વ્યાજ સહાય આપવાનો રાજય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. પરિણામે ૧૪ લાખ ઉપરાંત ખેડુતોને મોટી રાહત મળેલ છે. વિપુલ પ્રમાણમાં રોજગાર અને કૃષિ પેદાશો પુરા પાડતા ક્ષેત્ર કૃષિ, સહકાર અને સંલગ્ન પ્રવૃતિઓ માટે ‚ા.૬૪૦૦ કરોડની જોગવાઈ કરાયેલ છે. જે ગત વર્ષે કરતા ‚ા.૬૦૮ કરોડનો નોંધપાત્ર વધારો છે. આ ઉપરાંત ખેતઓજારો તથા ખેત યાંગીકરણ, પશુપાલન અને ડેરી ઉધોગના વિકાસ માટે જળ સંશાધનોનો વિકાસ, મત્સયઉધોગ વિકાસ, આદિજાતિ વિસ્તારો માટે ખાસ સિંચાઈ વ્યવસ્થા, સુજલામ સુફલામ યોજના, સરદાર સરોવર યોજના વગેરે માટે માતબર રકમની ફાળવણી કરાયેલ છે.
આ ગોંડલના કૃષિ મહોત્સવના સ્થળે કૃષિ પ્રદર્શનનું આયોજન કરાયેલ છે. તજજ્ઞો દ્વારા આધુનિક કૃષિ તાંત્રિકતાઓ જળ સિંચન થકી પાણીનો કાર્યક્ષમ ઉપયોગ, જમીનની તંદુરસ્ત જાળવણી, કૃષિ અને બાગાયતી પાકોની ઉત્પાદકતા વધારી તેનું મુલ્યવર્ધન, સંકલિત રોગ અને જીવાત વ્યવસ્થાપન, સજીવ ખેતી, કપાસની ઉત્પાદકતા વધારવા, પશુપાલન તથા રાજય સરકારની વિવિધ યોજનાઓ અંગે ખેડુતોને માર્ગદર્શન અપાશે.
આ કાર્યક્રમ પ્રસંગે પ્રગતિશીલ ખેડુતોનું સન્માન અને ૧૩ જેટલા લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરાશે. ખેતી, પશુપાલન, બાગાયત સહિતના વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓને ‚ા.૪૨૧૫૬૩૭ ચેકનું વિતરણ કરાશે. રાજકોટ જીલ્લા ભાજપ કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ તથા મહામંત્રીઓ હરદેવસિંહ જાડેજા, હરસુખભાઈ સોજીત્રાએ કહ્યું હતું કે, ખેડુતોના પ્રશ્ર્નોને સરકાર સુધી લઈ જઈ યોગ્ય અને ઝડપી નિર્ણયો લાવવા માટે કિશાન મોરચો હંમેશા અગ્રેસર રહે છે. કિશાનોના પ્રશ્ર્નોને યોગ્ય વાચા મળી રહે તેવા પૂરતા પ્રયત્નો રહેતા હોય છે.
જિલ્લા ભાજપ કિશાન મોરચાની ટીમ જાહેર
રાજકોટ જિલ્લા ભાજપા અધ્યક્ષ ડી.કે.સખીયા તથા મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા તેમજ કિશાન મોરચાના પ્રમુખ વિજયભાઈ કોરાટ, મહામંત્રી હરદેવસિંહ જાડેજા, હરસુખભાઈ સોજીત્રા સહિતના સર્વે આગેવાનોએ પ્રદેશ ભાજપાના પ્રમુખ જીતુભાઈ વાઘાણી તેમજ ભાજપા કિશાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા સાથે પરામર્શ કરી આજરોજ રાજકોટ જીલ્લા ભાજપા કિશાન મોરચાની ટીમ જાહેર કરેલ છે. મોરચાની ટીમમાં ઉપપ્રમુખ વનરાજભાઈ ગરૈયા, મનોજભાઈ સાકરિયા, વિજયભાઈ બાબરિયા, રમેશભાઈ કાકડિયા, પરસોતમભાઈ ભુરાભાઈ ગજેરા, મંત્રી વલ્લભભાઈ ભવાનભાઈ હીરપરા, મહેન્દ્રભાઈ ભાલોડીયા, હરિભાઈ માધાભાઈ ધાડીયા, ગોપાલભાઈ ઠુંમર, જવાભાઈ મેરામભાઈ રાઠોડ, કોષાધ્યક્ષ મનસુખભાઈ રંગાણીની વરણી કરવામાં આવેલ છે. ઉપરોકત નવનિયુકત કિશાન મોરચાના સર્વે આગેવાનોને જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતિભાઈ ઢોલ, ભરતભાઈ બોઘરા તથા પ્રદેશ ઉપપ્રમુખ જશુમતીબેન કોરાટ, ધારાસભ્ય, જયરાજસિંહ જાડેજા, ભાનુબેન બાબરીયા, પ્રવિણભાઈ માંકડીયા, જયેશભાઈ રાદડિયા, બાવનજીભાઈ મેતલીયા, સાંસદો વિઠ્ઠલભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારીયા સહિત જીલ્લા હોદેદારોએ અભિનંદન પાઠવેલ છે.