રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને ભારે પવન સાથે મેઘરાજાએ એન્ટ્રી કરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
રાજકોટ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને મેટોડાGIDC વિસ્તારમાં વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત જિલ્લામાં ગોંડલમાં સતત ત્રીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો.
તેમજ જસદણમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. ગોંડલ તાલુકાના દેવચડી, શિવરાજગઢ, માંડણકુંડલા સહિતના અનેક ગામોમાં મુશળધાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.