સગાઓને આનંદ કૃષિ યુનિવર્સિટીમાં નોકરી આપવા જતા લાઠી અને અમદાવાદના શખ્સોએ રૂ.69 હજાર પડાવી લીધા
રાજકોટના એમ.એલ.એ ગોવિંદભાઈ પટેલના પીએ પોતાના સગાઓને આનંદ કૃષિ યુનિવર્સિટીમાં સરકારી નોકરી અપાવવાની લાલસામાં અમદાવાદ અને લાઠીના બે શખ્સોને રૂપિયા 69 હજાર આપ્યા હતા. પરંતુ બંને શખ્સોએ તેમની પાસેથી પૈસા લઈ નોકરી નહિ આપવી તેની સાથે છેતરપીંડી કરી હતી.જેથી તેને અંતે સાયબર ક્રાઇમ પોલીસમાં ગુનો નોંધાવતા પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
મળતી વિગતો મુજબ હિતેનભાઈ મનોજભાઈ ભટ્ટીએ પોતાની ફરિયાદમાં આરોપીમાં લાઠીના સુરેષ્ણગલા અમદાવાદના નિહાર ઉર્ફે વિકી દિલીપ શાહના નામો આપ્યા હતા અને તેને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈ તા.14 ઓકટોબરના રોજ તેમને કોલ આવ્યો હતો . ટ્રુ કોલ2માં કોલરનું નામ સી.મહેશ ટુ ડેપ્યુટી કમિશનર, ગાંધીનગર લખેલું હતું. સામાવાળાએ તેને કહ્યું કે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી હું રાહુલ પટેલ બોલું છું. અમારી કૃષિ યુનિવર્સિટીમાં કલાસ 3 અધિકારીની ભરતી થઈ છે. જેમાંથી અમુક અધિકા2ી બદલી થઈ બીજે જતા રહ્યા છે. જેથી 12 જગ્યા હજું ખાલી છે. જો તમારા કોઈ સગા-સંબંધી કે મિત્રો ગ્રેજ્યુએટ હોય અને નોકરી કરવા માંગતા હોય તો તેમના બાયોડેટા મારા મેઈલ આઈડી પર મોકલી આપશો તેમ કહી પોતાનું મેઈલ આઈડી આપ્યું હતું.
જેથી હિતેને પોતાના મિત્રો અને સગા-સંબંધી એવા શ્વેતાબેન અલ્પેશભાઈ ગોહેલ, ધુંમલ રાયમલભાઈ બોરીચા,ભવ્ય છગનભાઈ ખુંટ, અમિરાજ સરધારા, ભાર્ગવ રસીકભાઈ સરધારા, ઉર્વેશ વાઘેલા અને મિતલબેન મકવાણાને પોતપોતાના મેઈલ આઈડીમાંથી બાયોડેટા રાહુલ પટેલના મેઈલ આઈડી પર મોકલી આપવા કહ્યું હતું.ત્યારબાદ 16 ઓકટોબરના રોજ ફરીથી તેને સામાવાળાએ કોલ કરી કહ્યું કે જય સરદાર યુનિવર્સિટીના કૃષિ વિભાગમાં 15 દિવસની તાલીમ આપવામાં આવશે. જેમાં પ્રત્યેક ઉમેદવાર દીઠ રૂા.9850ની ફી છે.
પરીણામે હિતેને આ રકમ કઈ રીતે મોકલવાની છે તેમ કહેતા ગુગલ પે ઉપર કહી મોબાઈલ નંબર આપ્યો હતો. જેથી હિતેને પોતાના મિત્રો અને સગા-સંબંધી એવા સાતેય ઉમેદવારોને ઓનલાઈન 2કમ મોકલવાનું કહેતા તમામે કુલ રૂા.68,950 મોકલી આપ્યા હતા.સામાવાળાએ હિતેનને એમ પણ કહ્યું તાલીમ પૂરી થયા બાદ બાયપોસ્ટ બધાના કોલ લેટર આવી જશે. તાલીમ માટે નવેમ્બરમાં હાજર થવાનું રહેશે. જો કે બાદમાં તપાસ કરતા છેતરાઈ ગયાનું જણાયું હતું. જેથી સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી આપતા તેના આધારે એએસઆઈ જે કે જાડેજા અને જમાદાર દીપક પંડીતે તપાસ આગળ ધપાવી બંને ગઠીયાની ધરપકડ કરી છે.