છેલ્લા 8 વર્ષથી રસિકભાઇ સભાયા, ગોપાલભાઇ સોજીત્રા સહિતના મિત્રોના સહકારથી ‘સેવાકીય’ કેમ્પનું કરાયું આયોજન
10 દિવસીય કેમ્પમાં 24 કલાક જમવાનું, નાસ્તો, મોબાઇલ ચાર્જિંગની સુવિધા, સીસીટીવી કેમેરા સજ્જ
ધ્રોલ તાલુકાના જામનગર રાજકોટ હાઇવે પર આવેલા સોયલ ટોલનાકા પાસે જય દ્વારકાધીશ પગ યાત્રીકો માટે કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવે છે
આ કેમ્પનો આયોજનમાં રાજકોટના મિત્રો મંડળની સહયોગથી અને આજુબાજુના ગામડાઓના લોકોની મહેનતથી છેલ્લા આઠ વર્ષથી દ્વારકા જતા પગ યાત્રિકોને માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને દર વર્ષે 8 થી 10 દિવસ સુધી આ જગ્યા પર 24 કલાક જમવાનું નાસ્તો તેમ જ મોબાઈલ ચાર્જિંગ સીસીટીવી કેમેરાની ગોઠવેલ છે તમામ નાવા ધોવા સહિત દવાઓની સુવિધાઓ તેમજ પગયાત્રીકો માટે 24 કલાક બને એટલો ખડા પગે નિસ્વાર્થ ભાવે કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
આ કેમ્પમાં લગભગ એક દિવસમાં સવારથી સાંજ સુધીમાં એટલે કે 24 કલાકમાં લગભગ એક થી 2000 જેટલા પગયાત્રીકો ત્યાં પ્રસાદી લે છે અને તમામ જાતની નાવા ધોવાની વ્યવસ્થાથી માંડીને તમામ સગવડ હોવાથી યાત્રિકોને સારી એવી સુવિધા મળી રહે છે.આ કેમ્પમાં રસિકભાઈ સભાયા ગોપાલભાઈ સોજીત્રા નીતિનભાઈ વિરડીયા રણજીતભાઈ ચાવડીયા ઘુસાભાઇ ચાવડીયા અશ્વિનભાઈ સોરઠીયા દિનેશભાઈ દલસાણીયા પ્રવીણભાઈ દલસાણીયા હમીરભાઇ સહિત મિત્રોના સહકારથી છેલ્લા નવ વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે.
8 દિવસના કેમ્પમાં 25 થી 30 હજાર પદયાત્રિકો વિસામો લે છે: ગોપાલભાઇ સોજીત્રા
‘અબતક’ સાથેની વાતચિતમાં ગોપાલભાઇ સોજીત્રાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા આઠ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યાં છીએ. અમે જ્યારે શરૂઆત કરી ત્યારથી સોયલ ગામ અને આજુબાજુના વિસ્તારવાસીઓનો સહકાર મળ્યો. પહેલા એવું થતું કે લોકો પોતાના ફોનનું ધ્યાન રાખવા સ્વીચ બોર્ડ પાસે બેસી રહેતા અને તેમની ઉંઘ બગડતી પરંતુ અમે એક ટોકન સિસ્ટમ શરૂ કરી જેમાં તેઓ તેનો મોબાઇલ આપી જાય અને અમે તેમને ટોકન આપીએ અને અમે તેને ફોન ચાર્જ કરીને આપીએ. લોકોને એવી બીક રહેતી કે વસ્તુ ચોરાઇ જશે કે ચોરી થશે તો અમે તેમની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવ્યાં. જેથી એવી કોઇ ઘટના બને તો તેનાથી ખ્યાલ આવે. પદયાત્રિકો માટે અમે નહાવા-ધોવા, ત્રણ ટાઇમ જમવાની સુવિધા, દવાઓ પગમાં માલીશ કરી આપવું. અત્યારે 5 થી 8 દિવસ આ કેમ્પ કરીએ જેમાં 25 થી 30 હજાર લોકો અમારે ત્યાં જમી વિસામો ખાઇ જાય. અમારૂં ગ્રુપ ખૂબ જ સેવા આપીએ. અમે તો રાજકોટની આવીએ પરંતુ સ્થાનિક ગામ લોકોનો અમને ખૂબ જ સહકાર મળે છે.
કેમ્પમાં ઘરે બનતું ભોજન જેવું જ સ્વાદિષ્ટ ભોજન મળ્યું : મુનાભાઇ ભરવાડ
‘અબતક’ સાથેની વાતચિતમાં મુનાભાઇ ભરવાડએ જણાવ્યું હતું કે હું હળવદથી પગપાળા દ્વારકા જઇ રહ્યો છું. અમારી યાત્રાનો આજે ત્રીજો દિવસ સોયલ ગામમાં આયોજીત કેમ્પમાં પહોંચેલ જ્યાં તમામ પ્રકારની સુવિધા પદયાત્રિકો માટે કરવામાં આવી છે. ઘરે જવું, જમવાનું, બેસવા-સૂવાની સગવડ, ન્હાવા માટે ગરમ પાણીની સુવિધા, ફોન પણ ચાર્જિંગ કરી આપવામાં આવે જેથી આગળ જતા રસ્તામાં અમને સમસ્યા ન થાય તેમાં પણ ટોકન સિસ્ટમ રાખવામાં આવી છે. ટોકન આપીને જ ફોન પરત મળે. કેમ્પમાં પંખા, કુલર તથા સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ છે. સંસ્થા દ્વારા ખૂબ જ સેવા કરવામાં આવે છે. લાગે છે કે ખૂદ દ્વારકાધીશ જ અહિં આવ્યાં હોય આયોજક ગ્રુપના અમે ખૂબ જ આભારી છીએ કે અમારા માટે ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
પદયાત્રિકો માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવાઇ : ભગુભાઇ જોગરાણા
‘અબતક’ સાથેની વાતચિતમાં ભગુભાઇ જોગરાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના સોયલના જૂના જસાપર ગામથી અમે ચાર દિવસથી પગપાળા ચાલી નીકળેલ છીએ. સોયલ ગામના કેમ્પમાં ઉતારામાં ખૂબ જ સારી સુવિધા ઉપલબ્ધ છે. જેમાં હવે ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે તો કુલરની વ્યવસ્થા કરાઇ છે. બેસવા, ઉઠવા, જમવાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. તમામ આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કરૂં છું. અમે છેલ્લા પાંચ વર્ષથી પગપાળા દ્વારકા જઇએ છીએ.
સોયલ ગામના કેમ્પમાં વ્યવસ્થા કાબીલે તારીફ : શિતલબેન
‘અબતક’ સાથેની વાતચિતમાં શિતલબેનએ જણાવ્યું કે અમે રાજકોટથી દ્વારકા જવા નિકળેલ. સોયલ ગામે કેમ્પમાં વિશ્રામ કરવા રોકાયા. અહિંની વ્યવસ્થા કાબીલે તારીફ છે. અહિંયા જમવાનું, સુવા-બેસવાની વ્યવસ્થા, મોબાઇલ ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે.
સીસીટીવી કેમેરા પણ કેમ્પમાં લાગ્યાં છે. આવું તો ભાગ્યે જ જોવા મળતું હોય, પદયાત્રિકો થાક્યા-પાક્યા આવ્યાં હોય તેને દવા આપવી. સ્પ્રે લગાવી આપવા આવી સેવાકીય પ્રવૃત્તિથી અમે ખૂબ જ ખુશ છીએ.