રાજકોટમાં સામુહિક યોગાસનો કરી વિશ્વ યોગ દિનની ઉજવણી કરતા શહેરીજનો રેસકોર્સમાં યોગાસનો કર્યા બાદ તન અને મનને તંદુરસ્ત થવા નિત્ય યોગ કરવા સંકલ્પબદ્ધ થતા લોકો

IMG 9309સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી અદ્વિતીય ભેટ સમાન યોગના જાગતિક દિન વિશ્વ યોગ દિવસ નિમિત્તે અહીં રેસકોર્સના મેદાનમાં મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવેલા મુખ્ય કાર્યક્રમમાં શહેરીજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

IMG 9269 1 સામુહિક રીતે યોગાસનો કરી તન તથા મનને તંદુરસ્ત રાખવા માટે નિત્ય યોગ કરવા સંકલ્પબદ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં ૩૦૦થી પણ વધુ દિવ્યાંગો પણ સામેલ થયા હતા. અબાલવૃદ્ધ સહિત સૌ કોઇ આ ઉજવણીમાં જોડાયા હતા. સામુહિક યોગાસનો અને ધ્યાન ક્રિયાને કારણે પરોઢિયે રેસકોર્સના મેદાનમાં સુંદર વાતાવરણ ઉભું થયું. રાજ્ય સરકારના મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ પણ સૌની સાથે યોગાસનો કર્યા હતા.

 

IMG 9259        રેસકોર્સના મેદાનમાં વહેલી સવારથી લોકોનું આગમન શરૂ થઇ ગયું હતું. અહીં સહભાગીઓ સરળતા અને સહજતાથી યોગ કરી શકે એ માટે મહાનગરપાલિકા દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિવિધ કમ્પાર્ટમેન્ટમાં નાગરિકોએ પોતાના આસન ગ્રહણ કરી લીધા હતા.

IMG 9311 યોગ દિનની વૈશ્વિક ઉજવણીમાં સહભાગી થવા માટે નગરજનોમાં ઉત્સાહ પ્રવર્તતો હતો. રેસકોર્સમાં સવારમાં મોર્નિંગ વોક માટે આવતા લોકો પણ આ કાર્યક્રમમાં જોડાઇ ગયા હતા.

IMG 9219કાર્યક્રમના પ્રારંભે નવનિર્વાચિત મેયર શ્રીમતી બિનાબેન આચાર્યએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ધિ થાય છે. રોજેરોજ યોગ કરવાથી શરીરની તંદુરસ્તી બરકરાર રહે છે અને વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય છે. હવે, યોગને વૈશ્વિક ઓળખ મળી ગઇ છે. ત્યારે, આપણે સૌ યોગને જીવન શૈલી બનાવવીએ એવી તેમણે અપીલ કરી હતી

IMG 9259મંત્રી જયેશભાઇ રાદડિયાએ વિશ્વ યોગ દિનની ઉજવણીમાં જોડાઇ વિવિધ આસનો અને પ્રાણાયમ કર્યા

IMG 9225

મ્યુનિસિપલ કમિશનર શ્રી બી. એન. પાનીએ કાર્યક્રમની રૂપ રેખા સમજાવી હતી. ખેલમહાકુંભમાં વિજેતા સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિડીઓ સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

IMG 9190આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વયંસેવકોએ ઉપસ્થિતોને હળવા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યું હતું. આસનોની સરળ સમજ અને નિદર્શન સાથે લોકોને યોગ અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. યોગાસનોના નિદર્શનનું અનુસરણ કરતા કરતા લોકોએ તે ક્રિયાઓ કરી હતી. આસનો અને પ્રાણાયમ બાદ અંતમાં ધ્યાન ધરવામાં આવ્યું હતું.

૩૦૦થી વધુ દિવ્યાંગોએ પણ યોગાસનો કર્યા, મુકબધિરોને માટે સાંકેતિક પરિભાષાનો ઉપયોગ કરાયો

IMG 9233યોગદિનની આ સામુહિક ઉજવણીમાં ૩૦૦થી પણ વધુ દિવ્યાંગો જોડાયા હતા. કેટલાક દિવ્યાંગોએ તો એમના વાહન ઉપર બેસીને હળવા આસનો કર્યા હતા. બધિરો માટે સાંકેતિક પરિભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

IMG 9298આ વેળાએ સમાજકલ્યાણ સમિતિના ચેરમેન શ્રી આશિષભાઇ વાગડિયા, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી મનિષભાઇ રાડિયા, પૂર્વ નાયબ મેયર શ્રી દર્શિતાબેન શાહ, શ્રી દેવાંગભાઇ માંકડ,કલેક્ટર ડો. રાહુલ ગુપ્તા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ રાણાવાસિયા, નાયબ કમિશનર શ્રી નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.

IMG 9249

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.