- અગ્નિકાંડ બાદ કોર્પોરેશન જાગ્યું !
- શોરૂમ, જીમ, સ્કુલ હોટલ, રેસ્ટોરન્ટ, પેટ્રોલ પંપ, કોમ્પલેક્ષ, સ્પા સહિતની મિલકતો સામે કાર્યવાહી: વોર્ડ વાઈઝ ટીમો દ્વારા 202 સ્થળોએ ચેકિંગ: 107 સંકુલોને નોટિસ
રાજકોટ શહેરમાં મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઈ પોતે વોર્ડ નં. 8માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નં. 7મા એસ્ટ્રોન નાલા પાસે આવેલ ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમ સાથે વિઝિટ કરી હતી. વિવિધ વોર્ડની ટીમોએ કુલ 202 એકમોની ચકાસણી કરી હતી જેમાં ફાયર એન.ઓ.સી. નહીં ધરાવતા કુલ 43 સંકુલો સીલ કરવામાં આવ્યા છે, જયારે 107 એકમોને નોટિસ આપવામાં આવી છે.
વોર્ડ નં. 1માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ, રામાપીર ચોકડી પાસે દિશા એજ્યુકેશન, ઇલેવન જીમ, ફીટ એન્ડ ફાઈન માર્શલ આર્ટ અને ફ્રેન્ડ્સ કાફેને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા છે.
- વોર્ડ નં.2માં હોટલ એવન્યુને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવ્યા હતા.
વોર્ડ નં. 3માં રેલનગર રોડ પર શ્રી આશીર્વાદ સ્કૂલ, પ્રગતિ સ્કૂલ અને શ્રીનાથજી સ્કૂલ ફાયર વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પમ્પ, અને હોટલ નોવા વોર્ડ નં. 5માં પેડલ રોડ પર ધ ફાર્મ હોટલ, પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષ, પ્રમુખ દર્શન કોમ્પ્લેક્ષમાં એક્સીસ બેંક, અને કોટક મહિન્દ્ર બેંકને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ આવ્યા હતા.
જયારે વોર્ડ નં. 6માં પેડક રોડ પર અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ વોર્ડ નં. 8માં હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ, પોદર પ્રિ-સ્કૂલ, વોર્ડ નં.9માં રોઝરી સ્કૂલનો ચોથો માળ, શાસ્વત રોયલ પ્લસ હોસ્પિટલના છેલ્લા માળને વોર્ડ નં. 10માં કે-7 એકેડેમી, શક્તિ સ્કૂલને ન્યુ પરિમલ સ્કૂલ અને સ્વસ્તિક સ્કૂલને વોર્ડ નં.11 નાણા મવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવ્યું છે. વોર્ડ નં.12માં પીએન્ડબી કિડ્સ ઝોન, રેલેક્ષ્સ સ્પા, પી. એન્ડ બી. સ્કૂલનો ચોથો માળ વોર્ડ નં.15માં આવેલ (1) સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલ છે.
વોર્ડ નં.16માં કોઠારીયા રોડ પર નીલકંઠ શોપિંગ સેન્ટર અને વોર્ડ નં.18માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ, સિધ્ધાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ, અને ધર્મજીવન રેસ્ટોરન્ટને ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવી છે.
હાથ ધરવામાં આવેલી આ ઝૂંબેશ દરમ્યાન વોર્ડ કમિટીના સભ્યો દ્વારા વિવિધ બાબતોની ચકાસણી કરવામાં આવે છે, જેમાં ફાયર ડીટેકશન સીસ્ટમ અને એલર્મ સીસ્ટમ છે કે નહી ? ફાયર હાઇડ્રન્ટ સીસ્ટમ છે કે નહી ? ઈમરજન્સી એકઝીટ અને સીડી છે કે નહી ? ઈમરજન્સી લાઇટીંગ અને સાઇનેજીસ છે કે નહી ? સ્ટાફને તાલીમ આપેલ છે કે નહી ? તેની છેલ્લી તારીખ ? ફાયર ફાઇટીંગ સીસ્ટમ મેઇન્ટેન્સ થાય છે કે નહી ? બિલ્ડીંગમાં ફાયર ફાઇટીંગ વાહન આવી શકે તેમ છે કે નહી ? એસેમ્બલી પોઇન્ટ છે કે નહી ? જેવી બાબતોનો સમાવેશ થાય છે.