દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદ ભાવ વિશે સવિસ્તૃત જાણકારી આપતા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયા
દૂધ ઉત્પાદકોને દૂધના ખરીદ ભાવ વિશે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના અધ્યક્ષ ગોવિંદાભઇ રાણપરીયાએ વિસ્તૃત જાણકારી આપી છે. તેઓ જણાવે છે કે રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. એ જિલ્લાના દૂધ ઉત્પાદકોના હિતો અને વિશ્ર્વાસ ઉપર કાર્યરત જિલ્લાની સહકારી સંસ્થા છે. રાજકોટ જિલ્લાના ૫૦,૦૦૦થી વધુ દૂધ ઉત્પાદકો સક્રિય રીતે દૂધ સંઘ સાથે જોડાયેલા છે.
રાજકોટ દૂધ સંઘમાં ભાવની બાબતમાં અમુક વર્ગ ગેરસમજણો ફેલાવી દૂધ ઉત્પાદકોની લાગણી સાથે રમી રહ્યા છે. વધુમાં જણાવેલ હતુ કે ડેરી એક ઇન્ડસ્ટ્રીઝ છે તેમાં દૂધના ખરીદ ભાવ નકકી કરતી વખતે અનેક પરીબળો અસરકર્તા છે. જેમ કે દૂધની માંગ અને પુરવઠો, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા રોગચાળો, ઘાસચરો, ખોળદાણના ભાવો, કુદરતી પરીબળો જેમાં દુષ્કાળ, અતિવૃષ્ટિ, ગરમી, ઠંડી વગેરે ઉપરાંત દૂધની આવક જાવક, દૂધના વેચાણના ભાવો, દૂધનું સ્થાનીક બજાર, દૂધ અને દૂધની બનાવટોના ભાવો વગેરે અનેક પાસાઓના ધ્યાનમાં રાખીને દૂધનો ખરીદ ભાવ ચૂકવવાનો નિર્ણય જે તે વખતે સંઘનું નિયામક મંડળ કરતુ હોય છે. સંઘે છેલ્લા પ વર્ષમાં દૂધના સરેરાન ખરીદ ભાવમાં (ભાવફેર સાથે) કયારેય આગળના વર્ષની સરખામણીએ ઓછા ભાવ ચુકવેલ નથી.
૨૦૧૪-૧૫માં રૂ.૫૫૬, ૨૦૧૫-૧૬માં રૂ.૫૭૦, ૨૦૧૬-૧૭માં રૂ.૬૦૮, ૨૦૧૭-૧૮માં રૂ.૬૨૫, ૨૦૧૮-૧૯માં રૂ.૬૩૫, ૨૦૧૯-૨૦માં રૂ.૬૫૬, ૨૦૨૦-૨૧માં રૂ.૬૬૬ પ્રતિ કિલો ફેટના ભાવ ચૂકવી રહ્યા છીએ.
સરેરાશ દૂધના ખરીદ ભાવમાં સતત વધારો ચુકવાયેલ છે અને દૂધ સંધ હરહંમેશા દૂધ ઉત્પાદકોને વધુ ભાવ મળે તે માટેના નિર્ણયો કર્યા છે. હાલમાં પણ દૂધ સંધ દૂધ ઉત્પાદકોને દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલો ફેટના રૂ.૬૮૦ ચુકવે છે જે સૌરાષ્ટ્રના મોટા ભાગના દૂધ સંઘ કરતા અંદાજે રૂ.૩૫થી ૪૦ વધુ છે.
આ ઉપરાંત દૂધ ઉત્પાદકોના પશુપાલનના વ્યવસાયને પણ મદદરૂપ થવા અનેક યોજનામાં કોરોડો રૂપિયાની સબસીડી, દૂધ ઉત્પાદકના અકસ્માતમાં મૃતયુ સમયે રૂ.૧૦ લાખનું વિમા કવચ તેના વારસદારને મળે તે માટે વિમા પ્રિમીયમની રકમ અને પશુપાલન સારવારનો લાખો રૂપિયાનો ખર્ચ સંઘ કરે છે. પશુપાલન વ્યવસાયમાં દૂધ ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને કરે છે.
સંઘનું નિયામક મંડળ તથા સંઘના અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા પ્રથમ અગ્રતા જિલ્લાના દૂધ ઉત્પાદકોનું હિત કેમ જળવાઇ રહે અને દૂધના વ્યવસાયમાં અ)ર્થિક કઇ રીતે વધુમાં વધુ મદદરૂપ બની શકાય તેવી કાયમી નિતિ રહેલી છે. તેવું સ્પષ્ટ સંઘ અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવેલ હતું.