Abtak Media Google News
  • ડિલિવરીમેનની ભરતીનું કામ કરતી ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં ભાગીદાર બનાવી ધુંબો માર્યો
  • રાજકોટ શહેરમાં રહેતા શિક્ષકને પેઢીમાં -ભાગીદાર બનાવી મોટા નફાની લાલચ આપી મેટોડાના શખ્સે રૂ.50 લાખ પડાવી લીધા હતા. આ શખ્સે નફો આપ્યો નહોતો અને મૂળ રકમ પણ પરત નહીં કરી છેતરપિંડી આચરી હતી.

બિગબજાર પાસેની ગુલાબ વિહાર સોસાયટીમાં રહેતા અને ટ્યૂશન ક્લાસીસ ચલાવતા અતુલભાઇ ધીરજલાલ બલદેવે (ઉ.વ.50) માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડાના ચેતન કનક પરમારનું નામ આપ્યું હતું. અતુલભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જૂન 2024માં જાહેરાત મારફત ચેતન પરમારનો પરિચય થયો હતો અને ચેતને ટ્વિન સ્ટાર ટાવરમાં પોતાની ક્રિષ્ના એન્ટરપ્રાઈઝ નામની પેઢી હોવાનું અને આ પેઢી ઝોમેટો અને સ્વિગીની જેમ ડિલિવરીમેનની ભરતી કરવાનું કામ કરે છે અને દરેક ડિલિવરીમેનની ભરતી સાથે રૂ.2500થી 5000 સુધીનું કમિશન મળતી હોવાની વાતો કરી હતી અને પોતાની ઓફિસમાં 20 માણસો કામ કરતા હોવાના પણ દાવા કર્યા હતા.

શિક્ષક અતુલભાઇને રોકાણ કરવું હોવાથી ત્રણેક વખત ચેતનની ઓફિસે ગયા હતા અને ત્યાં ચેતને પોતાની ક્રિષ્ના એન્ટરપ્રાઇઝને ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ લિમિટેડ કંપનીમાં ફેરવવાની ઇચ્છા રાખે છે અને તે માટેના પ્રયાસો શરૂ કર્યા છે. એટલું જ નહીં ઇન્દોર અને – બરોડામાં ઝોમેટો તરફથી નવી બ્રાંચ શરૂ કરવા માટે ઓફર મળી છે તેવી વાત કરી હતી.

ચેતન પરમારે તેનું બેંક સ્ટેટમેન્ટ બતાવ્યું હતું અને તેમાં તેણે ઝોમેટોમાં રૂ.1.03 કરોડનું રોકાણ કર્યાનું અને તેના બદલામાં તેને રૂ.70 લાખનો નફો મળ્યાના હિસાબો બતાવ્યા હતા. ચેતન પરમારની વાતોમાં આવી શિક્ષક અતુલભાઇએ પોતાની પાસે રહેલા રૂ.25 લાખ તેમજ રૂ.25 લાખની લોન લઈને રૂ.50 લાખ રોકાણ માટે ચેતન પરમારને આપ્યા હતા અને ચેતન પરમારે ભાગીદારી ડીડ પણ કરી દીધી હતી. જોકે ત્યારબાદ કોઇ રકમ અતુલભાઇને આપી નહોતી. લાંબો સમય વિતતા અતુલભાઇએ હિસાબ માગતાં થોડા સમયમાં કટકે કટકે લાખો રૂપિયા આપી દેશે અને ભાગીદારી છૂટી કરશે તો તમામ રકમ આપી દેશે તેવો કરાર પણ કરી આપ્યો હતો, પરંતુ ચેતનના તે કરાર પણ જૂઠા સાબિત થયા હતા. ત્યારબાદ અતુલભાઇએ નાણાંની ઉઘરાણી કરતાં ચેતને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને અંતે ઓફિસને તાળાં મારી નાસી ગયો હતો. પોતાની સાથે છેતરપિંડી થયાનું સ્પષ્ટ થતાં અતુલભાઇએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ચેતન રાઠોડની શોધખોળ શરૂ કરી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.