વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. સવારે ત્રંબા પાસે બ્રહ્માકુમારી આયોજીત સુવર્ણ જયંતી પાવનધામનું ઉદઘાટન કર્યું હતું. બાદમાં રાજકોટની ડીએચ કોલેજમાં મનપા દ્વારા આયોજીત આયુષ્યમાન ભારત અને વાત્સલ્યકાર્ડના મેગા કેમ્પમાં હાજરી આપી હતી.
મેગા કેમ્પમાં મા વાત્સલ્ય કાર્ડ માટે અંદાજિત 11,500 પરિવારોના ફોર્મ માટેનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તેમજ આયુષ્માન કાર્ડ માટે અંદાજિત 2500 પરિવારને ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે. તેઓનું સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.
કાર્યક્રમ સ્થળ પર મુખ્યમંત્રી મા વાત્સલ્ય યોજના માટેના 20 ડોમ તથા આયુષ્માન કાર્ડ માટેના 8 ડોમ મળી કુલ 28 ડોમની લાભાર્થીઓ માટે રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.
મા વાત્સલ્ય યોજના માટે 175 કિટ રાખવામાં આવી છે. જેમાં 500 વ્યક્તિના સ્ટાફની પણ વ્યવસ્થા કરી છે, તેમજ આયુષ્માન કાર્ડ માટે 120 કિટ રાખવામાં આવેલી છે. જેમાં 150 સ્ટાફ રાખ્યો છે.