બજરંગી ભાઈજાન ફિલ્મની ‘મુન્ની’ની યાદ તાજી કરાવતા કેટલાય પાકિસ્તાનીઓ નાગરિક્ત્વના અભાવે પાયાની જરૂરીયાતથી પણ વંચિત
અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં વસતા ભારતીય લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ઉજાગર કરતા કિસ્સાઓ કે ચર્ચાઓ આપણે સાંભળતા આવ્યા છીએ સલમાનખાન અભિનિત ફિલ્મ બજરંગીભાઈજાન દ્વારા ‘મુન્ની’ની વ્યથા સૌએ ફિલ્મી પડદે નિહાળ્યા બાદ આપણા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા ‘ગીતા’ નામની ભારતીય સ્ત્રીને પાકિસ્તાનથી ભારત પરત લાવવામાં મદદ કરાઈ હતી ત્યારે બે પાડોશી દેશોમાં નાગરીકત્વ વગર જીવન વ્યતિત કરતા એવા અસંખ્ય લોકો રહેતા હશે આવાજ પાકિસ્તાનના કેટલાક નાગરિકો રાજકોટમાં નાગરિકત્વ મળ્યા વગર મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમની વ્યથા તેમનાજ મુખેથી સાંભળીએ તો જ તેમની પીડાનો ખ્યાલ આવી શકે. આ પ્રકારનાં પાકિસ્તાનથી આવેલા પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ ઘણા વર્ષોથી ભારતમાં વસે છે. અને છતા તેમને ભારતનું નાગરિકત્વ મળ્યું નથી. તેઓના અભણ અને પાકિસ્તાની હોવાના કારણે વિઝા ઓફીસથી તેઓને કોઈ જવાબ પણ મળતો નથી. આવા લોકોને મળીને અબતકે ખાસ વાતચીત કરીને તેમની વ્યથાને વાચા આપવાની કોશીષ કરી હતી.
ભારતીયને મળે છે તે જ સવલત મળવી જરૂરી: ઝૈમુન હુસેન ચવાણ
મારા પિતાનું નામ મહમદ કાસીમ છે.મે અહી લગ્ન કર્યા છે. અહી ખૂબ સાત્યાં કરતા પરંતુ ખાસતો સગા વ્હાલા અહી છે તેથી વધુ ગમે છે.સરકાર પાસે ઉમ્મીદ રાખીએ છી કે જેમ અહીના લોકોને બધી વીસ્તુ આસાનીથી મળે છે તેમ અમને પણ મળવું જોઈએ અને હું ફર્કથી કહું છુ કે મને ભારત ગમે છે.અહિ જે સવલત ભારતીય મળે છેતેજ અમને મળવી જોઈએ. અનેઅમને હવે ભારતનું નાગરીકત્વ આપવા સરકારને વિનંતી
જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવામાં તકલીફ પડે છે: અમરીન બાનુ
મને અહિ ભારતમાં ગમે છે અને ખૂબ સારી અને સુરક્ષીત રીતે અહી રહું છું બસ મારી એક જ ઈચ્છા છે અને મુશ્કેલી પણ છે. કે મને અહી પરમીશન મળી જાય અને પરમેનન્ટ વિઝા મળી જાય મારા લગ્નને ૧૬ વર્ષ થયા છે હજુ મને ભારતનું નાગરિકત્વ મળ્યું નથી.. અહી મને મારી જીવન જ‚રી વસ્તુ જેહોય છે રાશન, સીમ કાર્ડ જેવી વસ્તુ મને ખૂબ મુશ્કેલીથી મળે છે.
બાળકોને શાળામાં દાખલો નથી મળતો: ખેરાજ
કોલેજમાં બાળકોને દાખલો નથી મળતો, કયાંય સારી નોકરી જોઈએ તો અહી આધાર કાર્ડ કે પાન કાર્ડ, રેશન કાર્ડ માંગે તો એ નથી હોતુ.
અમે ભાડાના મકાનમાં રહીએ છીએ કયારેક અહીયા કયારેક કયાક બીજે સરકારને વિનંતી માત્ર કે જે લોકોને ૭ વર્ષથી વધુ થયા તેઓને નાગરીકત્વ આપે અમનેગુજરાતમાં કોઈ તકલીફ નથી.
બાજુના શહેરમાં સગા વ્હાલાને ત્યાં જઈ શકાતુ નથી: અફસાન અલ્તાફ પાનવાલા
હું અગિયાર વર્ષથી ભારતમાં રહું છું અને અહી મને બીજી કોઈ તકલીફ નથી પરંતુ મારા સગા વ્હાલા જે બાજુના શહેરમાં કે ગામડામાં રહે છે તેમના ઘરે હું જઈ શકતી નથી અને તેના માટે પણ કાયદાકીય કાર્યવાહી કરવી પડે છે. બે બે વર્ષે વીઝા રીન્યુ કરાવવાના હોય છે કાંઈ જ મળતુનથી રેશનકાર્ડ કે સીમકાર્ડપણ મળતુ નથી
૨૦ વર્ષથી રહુ છુ છતા નાગરીકત્વ નથી: વેલજીભાઈ
હું કરાંચીથી આવું છું અને અહી ભારતમાં ખૂબ સા‚ લાગે છે અત્યારે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને ૨૦ વર્ષથી અહી રહીએ છે. પરંતુ નેશનાલીટી હજુ મળી નથી અને ભાડાના મકાનમાં રહીએ છે ત્યારે રાશનથી લઈ નાની વસ્તુ બ્લેકમાં લેવું પડે છે.