છૂટાછેડા માટે રૂ.50 લાખ આપવા કાર આડે ઇનોવા રાખી આપી ધમકી
રાજકોટ રહેતાં અને ગોંડલ હોસ્પીટલ ચલાવતાં તબીબ પર કોટેચા ચોક નજીક શખ્સ દ્વારા ગાડી આંતરી બેફામ ગાળો ભાંડી જાન થી મારી નાખવાની ધમકી અપાતા તબીબે માલવીયાનગર પોલીસ ચોકી માં ફરીયાદ કરતાં બનાવ અંગે પોલીસ ચોકી નાં એએસઆઇ.ગીતાબેન પંડ્યા એ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ માં ડેન્ટલ હોસ્પિટલ ચલાવતાં તબીબ લક્ષીતભાઇ સાવલીયા સવારે પોતાની કાર લઇ ગોંડલ જવાં નિકળ્યાં હતાં ત્યારે કોટેચા ચોક નજીક ઇનોવા કાર માં ધસી આવેલાં અભય કામાણી જે દિવેરા આઈ વી એફ હોસ્પિટલ ના મેડિકલ ના સંચાલક છે એ શખ્સે ડોક્ટર લક્ષીત સાવલીયા ની કાર આડે ઇનોવા નાખી કાર રોકી ડોકટર સાવલીયા ને બેફામ ગાળો ભાંડી ઉશ્કેરાઈ જઇ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ભયભીત બનેલાં ડોક્ટરે પોતાની કાર ભગાડી માલવીયાનગર પોલીસ ચોકી દોડી જઇ અભય કામાણી સામે બનાવ અંગે ફરીયાદ કરતાં પોલીસે અરજી લઇ એએસઆઇ ગીતાબેન પંડ્યા એ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
તબીબ લક્ષીત સાવલીયા નાં જણાંવ્યા મુજબ પોતાની પત્ની હિરલ સાથે અણબનાવ હોય એ અંગે કેસ ચાલુ છે.ગોંડલ સ્થિત પોતાનાં ઘર ઉપર પત્ની હિરલે તાળાં તોડી કબ્જો જમાવ્યો હોય પોતે માતા પિતા અને બાળકી સાથે રાજકોટ રહેવાં આવી ગયાં હોય ગોંડલ અપડાઉન કરેછે.પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપનાર અભય કામાણી પત્ની હિરલ નાં વકીલ નાં અંગત સબંધી હોય છુટાછેડા માટે અને 50 લાખ આપવા અંગે માનશીક ત્રાસ અને દબાણ આપી રહયાં હોય બનાવ બન્યાં નું તબીબ દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે ડોક્ટર લક્ષીત સાવલીયા અને તેનાં પત્નિ વચ્ચે નો ડખ્ખો ચકચારી બનવાં પામ્યો છે.હિરલ દ્વારા રાજકોટ રહેતાં તબીબ નાં માતાપિતા ને ઘરે જઇ તોડફોડ કરી ધમકાવવાં અંગે તબીબ દ્વારા થયેલી પોલીસ રજુઆત પણ ચર્ચિત બનવાં પામી હતી.
હવે પત્ની નાં વકીલ નાં અંગત સબંધી દ્વારા ધમકી અપાયાં નાં આક્ષેપ સાથે પોલીસ માં ફરીયાદ થતાં ધટનાં વધું ચકચારી બની છે.