મેયર ડો.પ્રદિપ ડવના પ્રયત્નથી વોર્ડ નં.12માં રૂ.22.33 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુર કરાયું છે. વોર્ડ નં.12ના કોર્પોરેટરોએ સ્ટેન્ડીંગ કમિટીનો આભાર માન્યો હતો. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં જણાવ્યુયં હતુ કે, વોર્ડ નં.12નો મવડી વિસ્તાર ખુબજ ડેવલોપ થઈ રહ્યો છે.
આ વિસ્તારના રમતગમત ક્ષ્રેત્રના યુવાન ભાઈ બહેનોને એક પ્લેટફોર્મ મળે તેમજ આ વિસ્તારના રહેવાસીઓનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે યોગા, જીમ વગેરે સુવિધા સાથેનું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાની રજુઆત બાદ સ્થાયી સમિતી દ્વારા રૂ.22.33 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ સંકુલ બનાવવાનું મંજુર કરવામાં આવેલ છે
તેમજ વોર્ડ નં.12 આર્યમાન રેસિડેન્સીમાં રૂ.21.56 લાખના ખર્ચે ડી.આઈ.પાઈપલાઈન, પુનિતનગર 80 ફુટ રોડ પર સર્વોદય સ્કુલ પાસે બાકી રહેલ સોસા.માં રૂ.1.26 કરોડનું કામ પણ મંજુર કરવા બદલ સ્થાયી સમિતી ચેરમેન પુષ્કરભાઈ પટેલ તથા તમામ સભ્યનો વોર્ડ નં.12ના કોર્પોરેટરો અને મેયર ડો.પ્રદિપ ડવ, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડીયા, મગનભાઈ સોરઠીયાએ આભાર માન્યો હતો. સ્પોર્ટ્સ સંકુલ 11,831 ચો.મી.જગ્યામાં 9500 ચો.મી.નું બાંધકામ કરવામાં આવશે.