રાજ્યમાં સૂર્યશક્તિ કિસાન યોજના લાવવા બદલ માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને અભિનંદન પાઠવતા મેયર બિનાબેન આચાર્ય

મેયર બિનાબેન આચાર્ય જણાવે છે કે ભારત ખેતીપ્રધાન દેશ છે. તે માટે ખેતી આધુનિક પણે  થાય ઉત્પાદનમા ખુબજ વધારો થાય તે દિશામાં  કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કામ કરી રહેલ છે. ગુજરાતને  કૃષિ ક્ષેત્રે અગ્રેસર લઇ જવા અને ખેડૂત લક્ષી નિર્ણયઓ કરવામાં આવી રહ્યા છે. તાજેતર માંજ  ખેડૂતો માટે અતિ જરૂરી એવી સુર્ય શક્તિ કિસાન યોજનાનો નિર્ણય કરેલ છે તે બદલ માન. મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

સુર્ય શક્તિ કિસાન યોજના ખેડૂતને ખેતરમાં સૌર પેનલ લગાવીને સૌર ઉર્જાનું ઉત્પાદન કરવાના આ પ્રોજેક્ટ માટે ખેડૂતે ફકત ૫ % ની રકમ કાઢવાની રહેશે. કેન્દ્ર અને રાજ્યની સબસીડી તથા લોન આપવામાં આવશે. આ યોજનાથી ઉત્પન થતી વીજળી ખેડૂત પોતાની જરૂરિયાત પુરતી વાપરશે અને વધારાની વીજળી સરકાર દ્વારા ખરીદ કરવામાં આવશે. ભવિષ્યમાં ખેડૂતો સરકારને વીજળી વહેંચીને આર્થિક સમૃદ્ધિ પણ મેળવી શકશે. તેમજ સૌર ઉર્જા માટે ખેડૂતને જે લોન આપવામાં આવનાર છે, તે પણ ખુબજ સસ્તા દરે આપવામાં આવશે. આમ રાજય સરકારે કૃષિ ક્ષેત્ર માટે ખુબ જ અગત્યનો નિર્ણય કરેલ છે. તેમ અંતમાં મેયરશ્રી એ જણાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.