ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: સ્યુસાઇડ નોટમાં ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીનો ઉલ્લેખ કરતા ચકચાર

શહેરના એરપોર્ટ રોડ પર બ્લોક-3 સંકલ્પ સીટી પાર્કમાં રહેતા અને ગુંદાવાડી સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ મેટ્રન તરીકે ફરજ બજાવતા મહિલાએ પોતાના ઘરે આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. ઇન્ટરનેશનલ મિડ વાઈફ ડેના એક દિવસ પહેલા જ હેડ નર્સએ જીવન ટુકવતા હોસ્પિટલ સ્ટાફમાં પણ શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ આપઘાત પહેલા મહિલાએ લખેલી સ્યુસાઇડ નોટમાં એક વર્ષ પહેલાં કરેલા ઘુંટણના ઓપરેશન બાદ પણ સરખું ન થતા ઓર્થોપેડિક સર્જન વિમલ કોઠારીના નામનો ઉલ્લેખ કરતા ચકચાર મચી ગયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ રોડ પર રહેતા અને પદ્મકુંવર બા સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ મેટર્નની તરીકે ફરજ બજાવતા હેમલતાબેન વલ્લભભાઈ વાસાણી નામના 58 વર્ષના પ્રોઢાએ પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાપ્ત થયેલી સ્યુસાઇડ નોટમાં મંગલમ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન વિમલ કોઠારીએ તેના પગનું ગઈ તા. 19 3-2021 ના રોજ ઓપરેશન કર્યું હતું. તેમણે ખોટું ઓપરેશન કર્યું હતું.

આજે 13 મહિના થઈ ગયા છતાં તેના ગોઠણ હજુ પણ દુખે છે.ની જોઈન્ટ રીપ્લેસમેન્ટ ઓપરેશન કરેલ તેમને તે ઓપરેશન આવડતું જ નહતું તો શા માટે કર્યું. બાકી મારે કોઈ દુખ નથી.મારી મોટી બેબીને જીવનમાં દુખ છે. તેમને મારા પૈસા જે આવે તે કૃપા અને અવનીને આપશો. અવનીને દુખી નહી કરતા. એક વર્ષથી મારા ઘરવાળા મારી સેવા કરતા હતા. મારૂ પેન્શન આવે તે પણ અવનીને આપશો.મારી બેની ગાંધીગ્રામના ગૌતમનગરમાં ફલેટમાં રહે છે.

નીચે તેના ફોન નંબર લખી આગળ લખ્યું છે કે મારા ઘરવાળા મારી નાની બેબીને વડનગર મુકવા ગયા છે. તેમનું નામ રમેશ છે. તેમના ફોન નંબર પણ લખી આગળ લખ્યું છે કે હું મારા દુખના હિસાબે જાઉં છું. તેમાં કોઈ પણનો વાંક નથી. અંતમાં પોતાનું નામ લખ્યું છે.ગાંધીગ્રામ પોલીસે આ નોટ કબ્જે કરી તપાસ આગળ ધપાવી છે. હેમલતાબેને ભરેલા પગલાથી તેમના પરીવારના સભ્યો આઘાતથી સ્પબ્ધ થઈ તે ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.