કાલથી જણસીનો સ્વીકારવામાં આવશે
રાજકોટ માર્કેટીંગ યાર્ડ સોમવારથી શરૂ થઈ જશે.કાલથી જણસીનો સ્વીકાર કરવામાં આવશે.મગફળી, લસણ, એરંડા, રાય,રાયડો,મેથી,ચણા,ઘઉં તથા ધાણા ની ટોકનવાળા તથા ટોકનવગરની બન્ને આવક કાલે રવિવાર સવારે 8 વાગ્યા થી સાંજે 8 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. સુકામરચાની આવક ટોકન મુજબને સોમવારના 5.00 વાગ્યા થી પ્રવેશ આપવામાં આવશે.
જીરું,કપાસ તથા અન્ય તમામ પ્લેટફોર્મમાં ઉતરતી જણસી ની આવક કાલે સવારે 8 થી રાબેતા મુજબ 24 (કલાક) આવવા દેવામાં આવશે.
માવઠાની આગાહીને ધ્યાને લઇ માલ સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે,તેમજ કમીશન એજન્ટભાઈઓં ઉતારેલ માલને વાતાવરણ ને ધ્યાને લઇ ઢાંકવાની વ્યવસ્થા કરવાની રહેશે.