મગફળીની 110000 ગુણી, કપાસ 15 હજાર મણ અને સોયાબીનની 40 હજાર મણની આવક: 700થી વધુ વાહનો વિવિધ જણસી ભરીને આવતા ખૂદ ચેરમેન જયેશ બોઘરા ઉપરાંત ડિરેક્ટરો ઉતરાયની કામગીરીમાં જોડાયા.
દિવાળીના તહેવારોની રજા પૂર્ણ થયા બાદ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીની ચિક્કાર આવક થઇ રહી છે. આજે મગફળી, કપાસ અને સોયાબીન સહિતની જણસી ભરી 700થી વધુ વાહનો આવતા યાર્ડની બહાર વાહનોની આઠ કી.મી. લાંબી લાઇનો લાગી હતી. ખૂદ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના ડિરેક્ટરો ઉતરાયની વ્યવસ્થામાં જોડાઇ ગયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં હવે નવી સિઝન શરૂ થઇ ગઇ છે. તમામ પ્રકારની જણસીની નોંધપાત્ર આવક થઇ રહી છે. આજે સવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિતની વિવિધ જણસી ભરીને 700થી વધુ વાહનો આવ્યા હતા. યાર્ડની બહાર આઠ કિલોમીટર સુધી વાહનોની લાઇનો લાગી ગઇ હતી. યાર્ડમાં ક્રમવાર વાહનોને પ્રવેશ આપી મગફળી અને સોયાબીનની ઉતરાય કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટીંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઇ બોઘરા સહિતના ડિરેક્ટરો અને યાર્ડનો સ્ટાફ ઉતરાયની કામગીરી તથા વ્યવસ્થામાં જોડાઇ ગયા હતા.
માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના જણાવ્યાનુસાર આજે મગફળીની 1 લાખ 10 હજાર ગુણીની આવક થવા પામી છે. જ્યારે કપાસ 15 હજાર મણ આવ્યો હતો. 40 હજાર મણ સોયાબીનની આવક થવા પામી હતી. ચિક્કાર આવકના પગલે હાલ માર્કેટીંગ યાર્ડમાં મગફળી અને સોયાબીનની આવક સ્વિકારવાનું બંધ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી આજે આવેલા માલનો નિકાલ નહીં થાય ત્યાં સુધી નવા માલનો સ્વીકાર કરવામાં આવશે નહીં. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીના સારા એવા ભાવો મળતા હોવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડૂતો વિવિધ પ્રકારની જણસીના વેંચાણ અર્થે રાજકોટ ખાતે આવે છે. આજે સવારે યાર્ડની બહાર વાહનોની આઠ કિ.મી. સુધીની લાંબી લાઇનો લાગી જવા પામી હતી.
સ્વિકારવાનું બંધ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી આજે આવેલા માલનો નિકાલ નહીં થાય ત્યાં સુધી નવા માલનો સ્વીકાર કરવામાં આવશે નહીં. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીના સારા એવા ભાવો મળતા હોવાના કારણે સૌરાષ્ટ્રભરના ખેડૂતો વિવિધ પ્રકારની જણસીના વેંચાણ અર્થે રાજકોટ ખાતે આવે છે. આજે સવારે યાર્ડની બહાર વાહનોની આઠ કિ.મી. સુધીની લાંબી લાઇનો લાગી જવા પામી હતી.