રૂ. ૭૫૦ થી ૯૧૦ સુધીનો ભાવ રહ્યો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે ફરી ૮૦ હજાર નવી મગફળીની ગુણીની આવક થવા પામી છે. મગફળીની આવકમાં હવે ક્રમશ ઘટાડો થવા લાગ્યો છે.મોટાભાગના ખેડુતોએ પોતાની મગફળી પ્રથમ બે વખતની આવકમાં ઠાલવી દેતાં હવે ધીમે ધીમે મગફળીની આવક ઘટવા લાગી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતો પોતાની મગફળી જલ્દી વેચી સારાભાવ મેળવવાના આશયથી માલ ફટાફટ ઠાલવી રહ્યા છે.ત્યારે ખેડુતો પોતાની મગફળી વેચવા પડાપડી કરતા હોય જેથી દર વખતે ક્રમશ:ધટાડો જોવા મળી રહ્યો છે.નવી મગફળીના સરેરાશ રૂ.૭૫૦ થી ૯૧૦ સુધીના જોવા મળી રહ્યા છે.સારી ગુણવતાવાળી મગફળીના રૂ.૯૦૦ થી વધુ તો નબળી ગુણવતાવાળી ની મગફળીના રૂ.૭૦૦ આસપાસના ભાવ જોવા મળી રહ્યા છે.