રાજકોટ માર્કેટીંગ યાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકિત કરવા માટે આજે સવારે જામનગરના જિલ્લા રજીસ્ટ્રાર મનોજ લોખંડેની અધ્યક્ષતામાં ચુંટણી યોજાઈ હતી. જેમાં અઢી વર્ષ માટે ફરી યાર્ડના ચેરમેનપદે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને વાઈસ ચેરમેનપદે હરદેવસિંહ જાડેજાની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડને ફાળવવામાં આવનાર ૨૫ કરોડની ગ્રાન્ટમાંથી યાર્ડમાં ખેડુતોનો માલ બગડે નહીં અને પુરતી સુવિધા મળી રહે તે માટે પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખેડુતોની સુવિધા વધારવા માટે અમે સતત કામ કરતા રહીશું.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…