- ચણાની 100000 મણ અને ઘઉંની110000 મણની આવક
અબતક-રાજકોટ :રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સતત જણસીનો આવક માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે રાજકોટ માર્કેટયાર્ડ બહાર ચણા આવક 90000 થી 100000 મણ અંદાજે આવક થઇ હતી તથા ઘઉં ની આવક 100000 થી110000 મણ અંદાજે આવક થઇ હતી અને ઘઉં તથા ચણા અન્ય જણસીઓ ના ભરેલા વાહનો અંદાજે 1200 થી વધુ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ચણા તથા ઘઉં તથા અન્ય જણસીઓ ઉતરાઈ કરાવવામાં આવી હતી.
તથા માર્કેટીંગ યાર્ડ ની બહાર 8 કિલોમીટર ની લાઇન લાગી હતી રાત્રિ ના 8 વાગ્યા થી 10 વાગ્યા સુધી આવક લેવા મા આવી હતી રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડીરેક્ટરઓ તેમજ સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.