આગામી તા.૧૮/૦૨/૨૦૧૮ના રોજ મેરેથોન-૨૦૧૮ યોજવામાં આવેલ છે. મેરેથોનમાં ભાગ લેનાર ખેલાડીઓ માટેની કીટનું વિતરણ આજ તા.૧૨/૦૨/૨૦૧૮ના રોજથી શરૂ કરવામાં આવ્યું. આ કીટ વિતરણ પ્રસંગે મેયર ડૉ. જૈમન ઉપાધ્યાય, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, પુર્વ કોર્પોરેટર અનિલભાઈ લીંબડ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.