ગત વર્ષની સરખામણીએ ૩ હજારથી વધુ લોકોએ કરાવ્યું ઓનલાઈન રજીસ્ટ્રેશન

રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા આગામી ૧૮મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી રાજકોટ મેરેથોન માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ જવા પામી છે. રવિવારે ૬૪૦૯૨ લોકો પોતાના સ્વાસ્થ્ય અને રાજકોટના વિકાસ માટે દોડ લગાવશે. તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. ડીએચ કોલેજ, ચૌધરી હાઈસ્કૂલ સહિત અલગ-અલગ ૧૩ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. 42 NEW ROUTE 1

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે મેરેથોનમાં ૬૩ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ વર્ષે આ આંક ૬૪,૦૯૨એ પહોંચ્યો છે. ગત વર્ષે ૧૨,૨૪૮ લોકોએ મેરેથોનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે ૧૫,૪૨૫ લોકોએ મેરેથોન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે દર્શાવે છે કે મેરેથોનમાં ભાગ લેવા માટે રાજકોટવાસીઓમાં સ્વયંભુ ઉત્સાહ જોવા મળ્યો છે.21 NEW ROUTE 2

૪૨ કિલોમીટરની ફુલ મેરેથોન માટે ૧૫૫ લોકોએ, ૨૧ કિલોમીટરની હાફ મેરેથોન માટે ૨૨૨૩ લોકોએ, ૧૦ કિલોમીટરની ડ્રીમ રન માટે ૪૩૫૮ લોકોએ, ૫ કિલોમીટરની રંગીલા રાજકોટ ફન રન માટે ૫૫,૯૦૬ લોકોએ અને એક કિલોમીટરની મુકબધીર, અંત અને મેન્ટલી ચેલેન્જ લોકો માટે ૧૪૫૦ લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હાલ કીટ વિતરણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આજસુધીમાં કુલ ૩૦ હજાર કીટનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.10 NEW ROUTE 2

તેઓએ ઉમેર્યું હતું કે, મેરેથોનમાં ભાગ લેવા કે નિહાળવા માટે આવતા લોકો પોતાના વાહનનું વ્યવસ્થિત પાર્કિંગ કરી શકે તે માટે યાજ્ઞિક રોડ પર ડી.એચ.કોલેજ, ચૌધરી હાઈસ્કુલ, જુની કેન્સર હોસ્પિટલ, બહુમાળી ભવન, મેમણ હોસ્ટેલ અને રેલવે ટ્રેક સહિત અલગ-અલગ ૧૩ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.5KM

જેમાં અંદાજે ૫૦૦થી વધુ કાર અને ૮,૫૦૦થી વધુ બાઈકનું પાર્કિંગ થઈ શકશે. પોલીસ હેડ કવાર્ટસ અને એકલવ્ય સ્કૂલને પાર્કિંગ માટે અનામત રાખવામાં આવી છે જયાં માત્ર વીઆઈપી લોકોનું પાર્કિંગ કરી શકાશે.

 

રાજકોટવાસીઓ રવિવારે ઘેર સુતા ન રહે મેરેથોનમાં ઉમટી પડે: મેયર

આગામી રવિવારે રાજકોટ મેરેથોન યોજાવાની છે. જયારે રંગીલા અને ઉત્સવપ્રેમી રાજકોટવાસીઓ પોતાના ઘેર રવિવારની રજામાં સુતા ના રહે પરંતુ રેસકોર્સ ખાતે મેરેથોનમાં ઉમટી પડે તેવી હાંકલ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, મેરેથોનમાં શહેરીજનો પોતાના સ્વાસ્થ્ય માટે કે રાજકોટના વિકાસ માટે અચુક દોડ લગાવે. જે લોકોએ મેરેથોનમાં પોતાનું રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તે લોકો સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે પણ હાજર રહે તેવી અપીલ મેયર દ્વારા કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.