ફેસબુક ટ્રેન્ડીંગમાં રાજકોટ મેરેથોન આગળ નીકળી ગઈ
વેલેન્ટાઈન ડેના દિવસે પ્રિયા પ્રકાશના વિડીયોએ ફેસબુક પર તરખાટ મચાવ્યો હતો. દરમિયાન ગત રવિવારે યોજાયેલી રાજકોટ મેરેથોન ૨૦૧૮ ફેસબુક પર ટ્રેન્ડીંગમાં પ્રિયા પ્રકાશના વિડીયોને પાછળ છોડી દીધુ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રિયા પ્રકાશના વિડીયો કરતા ફેસબુક યુઝરોએ રાજકોટ મેરેથોનનો વિડીયો વધુ જોયો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
છેલ્લા એક સપ્તાહમાં ફેસબુક પર સૌથી વધુ જે વિડીયો યુઝરોએ નિહાળ્યા છે તેમાં હરજીત સજ્જન, આઈ લવ યુ, આઈસીસી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ અને પદ્માવતી મુવી બાદ પાંચમો ક્રમ રાજકોટ મેરેથોન-૨૦૧૮નો આવી રહ્યો છે.
વેલેન્ટાઈન વીકમાં બહુ ચર્ચિત બનેલા પ્રિયા પ્રકાશના વિડીયોને પણ રાજકોટ મેરેથોને પાછળ છોડી દીધો છે અને પ્રિયા પ્રકાશના વિડીયો કરતા રાજકોટ મેરેથોનને ફેસબુક યુઝરોએ વધુ નિહાળ્યો છે.