મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનરનું કમ્પ્યુટરના ભેજાબાજે ફેશબુક એકાઉન્ટ હેન્ક કરી રૂા.15 હજારની માગણી કરતા સનસનાટી મચી ગઇ છે. આ અંગે સાઇબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘનું ફેશબુક એકાઉન્ટ હેક થયું હોવાનું પોતાના વોટસએપ સ્ટેટસમાં રાખ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, કોઇ કમ્પ્યુટરના ભેજાબાજ દ્વારા મારૂ ફેશબુક એકાઉન્ટ હેક કરીને રૂા.15 હજારની માગણી કરી છે. જે અંગે મારા મિત્રના મને ફોન આવતા સત્ય હક્કીકત જાણવા મળી હતી. જેથી હું ચોક્કસ પણ કહું છુ કે, આવી કોઇ પૈસાની ડીમાન્ડ મારા દ્વારા કરવામાં આવી ન હતી જેની નોંધ લેવા અનુરોધ કર્યો છે.
ડેપ્યુટી કમિશનર એ.આર.સિંઘે આ અંગે સાઇબર સેલમાં ફરિયાદ નોંધાવતા સાઇબર સેલ દ્વારા શરૂ કરાયેલી છાનભીનમાં એકાઉન્ટ હેક કરનાર ભેજાબાજ દ્વારા જે બેન્ક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો છે તે કોઇ પરપ્રાંતિય વ્યક્તિનો હોવાનું સામે આવ્યું છે.