સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે એન.એસ.એસ. યુનિટના સહયોગ દ્વારા યુ.જી.સી., આયુષ મંત્રાલય અને ગુજરાત યોગ બોર્ડની નિશ્ચિત કરેલ પ્રોટોકોલને અનુસરી માનવતા માટે યોગની થીમ પર વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યોગગુરુ અને આર્ટ ઓફ લિવિંગ એક્સપર્ટ વિપિનભાઈ ભાવસાર અને યોગ આચાર્ય કિશન ભાવસારના માર્ગદર્શનમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. જે. આર. પટેલ, તમામ ટ્રસ્ટી , સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલ, ડિન, યુનિવર્સિટી સ્ટાફ અને વિદ્યાર્થીઓએ યોગની તાલીમ લીધી હતી. કોરોના મહામારીમાં યોગ એક અમુલ્ય ઔષધી તરીકે પુરવાર થઈ છે જે માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે દરેક સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને શરીરને તંદુરસ્ત રાખવા અને નિરોગી જીવન જીવવા માટે દૈનિક દિનચર્યામાં યોગ, આસન અને પ્રાણાયામનો સમાવેશ કરી પોતાની હેપ્પીનેસ ઇન્ડેક્સમાં વધારો કરવા આહવાન કર્યું હતું.
વિશ્વ યોગ દિવસની ઉજવણીના અનુસંધાનમાં યુનિવર્સિટી ખાતે ફેકલ્ટી અને સ્ટુડેંટ્સ માટે યોગાસન, સૂર્યનમસ્કાર પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં 100થી પણ વધુ સંખ્યામાં પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો અને યોગ ના વિષય પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી. વિશ્વ યોગ સપ્તાહની ઉજવણી બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો. જે. આર. પટેલ, રજીસ્ટ્રાર ડો. પ્રમોદ પાંડે સાહેબે કાર્યક્રમના સંયોજક ડો. રાકેશ પટેલ, કિંજલબેન જાડેજા, ડો. હીરક જોશી અને ડો જયેશ ઠકરાર તથા સમગ્ર યુનિવર્સિટી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.