કોટડા સાંગાણી તાલુકાના (શાપર વેરાવળ) ગામમાં રહેતી સગીરા (ઉ.વ.13) ની સાથે દુષ્કર્મ કરવાના ગુન્હામાં તે જ ગામના આરોપી આ કેસની ટુંક હકીકત એવી છે કે રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર (વેરાવળ) ગામમાં રહેતી ભોગ બનનાર સગીરાને તા. 13-પ-19 ના રોજ પોતાના ઘરે સુતી હતી ત્યારે આશરે સાડા અગીયારેક વાગ્ય.ે આ કામનો આરોપી જયેશ ઉર્ફે જય વિનુભાઇ ગોહેલ તેના ઘરમાં ધુસી ભોગ બનનાર સગીરાને સેટી ઉપર પછાડી બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલ અને સગીરાના માતા પિતા ઉંઘમાંથી જાગી જતાં આરોપી જયેશ ઉર્ફે જય વિનુભાઇ ગોહેલને પકડવા જતા ભાગી ગયેલ તે બાબતની ફરીયાદ ભોગ બનનારના માતા અનીતાબેન મહેશભાઇ મકવાણાએ શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ પરથી દુષ્કર્મ અને પ્રોકસોની કલમ હેઠળ ગુન્હો દાખલ કરેલ.
ત્યારબાદ પોલીસે આરોપી જયેશ ઉર્ફે જય વિનુભાઇ ગોહેલની આ ગુન્હાના કામે ધરપકડ કરેલ.
ત્યારબાદ આ કામના આરોપી સામે સદરના ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ સબબ ઉપરોકત કેસ પોકસો અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા, દ્વારા સરકાર તરફે કુલ 1ર સાહેદો તપાસવામાં આવેલ અને નામદાર પોકસો અદાલતે મુખ્યત્વે ભોગ બનનારની જુબાની તથા તેની માતાની જુબાની તથા ડોકટરની જુબાની તેમજ તપાસ કરના પી.એસ.આઇ. એ.એ. ખોખર જુબાનીને પુરાવામં ગ્રાહય રાખી અને ધારદાર દલીલોને ઘ્યાને લઇ આરોપી જયેશ ઉર્ફે જય વિનુભાઇ ગોહેલને ગંભીર ગુન્હામાં તકસીરવાન ઠરાવી નામદાર સેસન્સ જજ વી.કે. પાઠકએ 10 વર્ષની સખત કેદની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.