કુવાડવા નજીક આવેલા મઘરવાડાથી રફાળા ગામ તરફ જતા માર્ગ પર 10 હજાર લિટર બાયો ડિઝલ ભરેલા ટેન્કર સાથે રાજકોટના નારૂભા હનુભા જેઠવાની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા ટંકારાના ટોર અને જામનગરના શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંતી પ્રાપ્ત વિગત મુજબ મઘરવાડા નજીક ગોહિલ પરિવારના મેલડી માતાજીના મંદિર પાસે પાર્ક કરેલા યુ.પી.78ડીએન. 6222 નંબરના ટેન્કરમાં બાયો ડિઝલ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પી.એસ.આઇ. એસ.વી.સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેનભાઇ માલકીયા, મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા અને જયપાલસિંહ ઝાલા સહિતના સ્ટાફે રૂા.4.60 લાખની કિંમતના 10 હજાર લિટર બાયો ડિઝલ સાથે રાજકોટના અમીન માર્ગ પર ગુલાબ વાટીકામાં રહેતા નારૂભા હનુભા જેઠવાની ધરપકડ કરી રૂા.10 લાખની કિંમતનું ટેન્કર કબ્જે કર્યુ છે.
ટંકારા તાલુકાના ટોર ગામના રમેશ કરશન ફાંગલીયાએ જામનગરના નરેન્દ્રસિંહ જાડેજાના કહેવાથી ટેન્કરમાં બાયો ડિઝલ લઇ જવામાં આવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે રમેસ ફાંગલીયા અને જામનગરના નરેન્દ્રસિંહ જાડેજા સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.