શિયાળામાં રાજ કરતી ચીકી હવે આધુનિક યુગમાં અનેક નવા વર્ઝન સાથે સૌરાષ્ટ્રથી લઇ વિદેશમાં પણ મચાવે છે ધૂમ
શિયાળો એટલે ઘણા બધા લોકોને મનગમતી ચીકીની પણ ઋતુ છે. લોકો ગોળની અને ખાંડ એમાં તલ, સિંગની ચીકી વધારે પસંદ કરે છે. તદુપરાંત આ દિવસોમાં દાળિયાની, મિક્સ ડ્રાય ફ્રુટ અને સાથે કોપરાની પણ ચીકી બનવામાં આવે છે. મોંઘવારીના લીધે ગયા વર્ષ કરતા 10-12% ભાવમાં વધારો થયો છે. મોટી દુકાનોથી લઈ લારી-ગલ્લાવાળા સીઝનમાં સરેરાશ દરરોજની 250-300 કિલો જેટલી ચીકીનો વેપાર કરે છે. બધાથી વધુ માંગ સિંગ ચીકીની છે અને જેના ભાવ જુદી જુદી દુકાનોમાં 200 થી 360 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. જ્યારે ડ્રાય ફ્રૂટ ચીકી રૂ.1000-1100 પ્રમાણે વેચાય છે. નવી ચીકીના ફ્લેવર્સ જેવા કે ચોકલેટ, અંજીર જે હવે અહીં તો વેંચાય જ છે સાથે ઘણી જગ્યાએ એક્સપોર્ટ થાય છે.
ચીકી સ્વાદિષ્ટ સાથે એક પૌષ્ટિક આહાર પણ છે. જેમાં રહેલો ગોળ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને સિંગ, તલમાં રહેલા વિટામિન, આયર્ન અને મિનરલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત અને હૃદયને સ્વસ્થ રાખે છે. શિયાળામાં ચિક્કીની ઘણી માંગ હોય છે અને ખાસ તો ઉત્તરાયણના દિવસે હોંશભેર લોકો ચિક્કી આરોગે છે.
મમરાના લાડુ અને તલના લાડુનું વેચાણ દર વર્ષે પાંચ ટકાનો ઘટાડો અબતક સાથે વાતચીત કરતા જલારામ ચિકી ના પ્રકાશભાઈ હતું કે શિયાળાનો પ્રારંભ થતાં ચીકી યાદ આવે છે અમારી 1962 થી લઈને રાજકોટમાં પ્રથમ ચીકી બનાવીએ છીએ અમે બારેમાસ ચીકી વેચાણ કરીએ છીએ અત્યારે હવે મમરાના લાડુ તલના લાડુ દર વર્ષે પાંચ ટકા વેચાણમાં ઘટાડો થાય છે