શહેરમાં બેફામ અને પૂરપાટ ઝડપે દોડતા વાહનો દ્વારા અનેક પરિવારમાં માળા પિંખાયા છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં મહાનગરપાલિકાની સબ વાહિની લઈને ચાલક પુરપાટ ઝડપે ચલાવીને જઈ રહ્યો હતો ત્યારે રામવન નજીક બાઈકને ઠોકરે લેતા ચાલક પ્રોઢનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જાતા જ માર્ગ પર જતા વાહન ચાલકો મદ તે આવી પહોંચ્યા હતા જ્યારે આ અકસ્માત સર્જનાર મહાનગરપાલિકાની સબવાહિનીના ચાલકને તપાસતા તે પીધેલી હાલતમાં જણાયો હતો. જેથી આ બનાવ મામલે આગળ આજીડેમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પીધેલી હાલતમાં ચાલકે પૂરપાટ ઝડપે શબવાહિની ચલાવી જીવને અકસ્માત સર્જ્યો : પ્રોઢના મોતથી પટેલ પરિવારમાં કલ્પાંત
બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર મૂળ મહિકા ગામે અને હાલ કોઠારીયા ગામમાં સ્વાતિ પાર્ક ખાતે રહેતા દિનેશભાઈ ખીમજીભાઈ ખુંટ નામના 55 વર્ષીય પ્રોઢ આજે બપોરના સમયે પોતાનો બાઈક લઇ કુવાડવા રોડ પરથી પોતાના ઘરે જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે રામવન નજીક પૂરું પાટ ઝડપે આવતી મહાનગરપાલિકા ની સબવાહિનીએ તેમને ઠોકર મારતા પ્રોઢ માર્ગ પર ફંગોળાયા હતા. જેમાં તેને માથાના ભાગે ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
આ ગોઝારો અકસ્માત સર્જાતા માર્ગ પર જતા વાહનચાલકો મદદ માટે આવી પહોંચ્યા હતા અને આ બનાવની જાણ આજીડેમ પોલીસ અને 108 ને કરવામાં આવી હતી. જ્યારે આજીડેમ પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને મૃતકના બોડીને પીએમ અર્થે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાલક રમેશ પીધેલી હાલતમાં જણાતા તેને નશો કરી કાર ચલાવી આ અકસ્માત સર્જ્યો હોવાનું કહેતા આજીડેમ પોલીસ દ્વારા તે મામલે આગળની તપાસ કરવામાં આવી છે.