૫૦૦૦થી વધુ અબોલ પશુઓની ઘાસચારાની વ્યવસ્થા, મેડિકલ સારવારની માહિતી મેળવી: ૨૦ જેટલા મહાસતીજીઓ, જૈન શ્રેષ્ઠીઓ સ્વાગત યાત્રામાં ઉપસ્થિત રહ્યા
કડકડતી ઠંડીમાં પણ સમયપાલનમાં ચુસ્ત એવા પરમ શ્રદ્ધેય પૂ.ધીરજમુનિ મ.સા.સૈકા જુની, ભારતભરની અગ્રગણ્ય એવી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ કે જેમાં આશરે ૫૦૦૦ જેટલા જીવો આશ્રય પામી રહેલા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ તરફથી યુવા કાર્યવાહકો મુકેશભાઈ બાટવીયા, સંજયભાઈ મહેતા, યોગેશભાઈ શાહ, બકુલેશભાઈ રૂપાણી, મહેન્દ્રભાઈ મહેતા તથા સંસ્થાના મેનેજર અરૂણભાઈ દોશીએ પૂ.ધીરજમુનિ મ.સા.ને આશરે ૫૦૦૦ કરતા વધુ અબોલ પશુઓ માટેની ઘાસચારાની વ્યવસ્થાથી લઈને મેડિકલ સારવાર, સંસ્થાની ચીભડા બ્રાંચ તથા બેડી ખાતે ઉગાડાતા ઘાસચારા અંગેની માહિતી આપતા, પૂ.ધીરજમુનિ મ.સા.સંતુષ્ટ થયેલા.
કડકડતી ઠંડીમાં સ્વાગત યાત્રામાં પધારેલા આશરે ૨૦ જેટલા મહાસતીજીઓ, દીક્ષાર્થી મનીષાબેન, કળશધારી બાળાઓ તેમજ સ્થા.જૈન મોટા સંઘનાં પ્રમુખ ઈશ્ર્વરભાઈ દોશી, રજનીભાઈ બાવીસી, સુધીરભાઈ બાટવીયા, કનુભાઈ બાવીસી, દિલીપભાઈ વસા, ગીતગુર્જરી સંઘ પ્રમુખ શીરીષભાઈ બાટવીયા, હિતેષભાઈ બાટવીયા, જીતુભાઈ બેનાણી, શશીકાંતભાઈ વોરા, કૌશિકભાઈ વિરાણી, જગદીશભાઈ શેઠ, રાજુભાઈ બાટવીયા, ડો.સંજયભાઈ શાહ, કિશોરભાઈ કોરડીયા, અરવિંદભાઈ શાહ, બોઘાણીભાઈ, મેહુલભાઈ રવાણી, હિતેષભાઈ મહેતા, પ્રકાશભાઈ મોદી, પારસભાઈ મોદી તથા જીવદયા ગ્રુપ વગેરે તથા રાજકોટનાં ધર્મપ્રેમી શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં ધર્મસભા પાંજરાપોળમાં યોજાયેલી તેમાં પરમ શ્રધેય પૂ.ધીરજમુનિ મ.સા. દાનમાં શ્રેષ્ઠ દાન એટલે અભયદાન તથા પરીગ્રહ ત્યાગની વાત તેમજ આગામી વર્ષ આચાર્ય પૂ.જશાજી મ.સા.નું શતાબ્દી વર્ષ છે, તેવું જણાવેલ તેથી તેમની આ વાતનાં પ્રત્યુતર રૂપે હાજર રહેલા સંઘના આગેવાનો તથા શ્રાવક-શ્રાવિકાઓએ આચાર્ય પૂ.જશાજી મહારાજ સાહેબની સ્મૃતિ માટે રાજકોટ મહાજનની પાંજરાપોળમાં બિમાર પશુઓ માટે નવા ત્રણ શેડની જરૂરીયાત પૂર્તિ અર્થે રૂ.૩૩ લાખની ઝોળી પૈકી એક શેડનાે નકરો ૧૧ લાખ રૂ. સ્થળ ઉપર જ ઉત્સાહભેર પૂર્ણ કરી આપેલ અને બાકીનાં બે શેડ માટેનો આદેશ આપવાનો હજુ બાકી છે તો આ બાબતે વહેલી તકે જૈન, જૈનેતરોને પોતાના વડીલોની કુટુંબીજનોની ધર્મગુરુઓની સ્મૃતિ માટે લાભ લેવાની ઈચ્છા હોય તો તુરંત જ પાંજરાપોળના મેનેજર અરૂણભાઈ દોશી મો.૯૪૦૯૩ ૮૧૮૪૩ ઉપર સંપર્ક સાધવા જણાવાયું છે.
આ પ્રસંગે પધારેલા રાજકોટ તપગચ્છ જૈન મૂ.પૂ.સંઘનાં, માંડવી ચોક દેરાસરનાં પ્રમુખ જીતુભાઈ ચાવાળાએ મણીયાર દેરાસરની ૭૫મી વર્ષગાંઠ નિમિતે તથા પૂ.ધીરજમુનિનાં આગમન નિમિતે રૂ.૨ લાખ જીવદયામાં જાહેર કરતા સોનેરી સવારમાં રૂપેરી હર્ષની લહેર ફેલાઈ ગઈ. ખરેખર પૂ.ધીરજમુનિ મ.સા.નો પ્રવેશ રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ માટે વિશેષ કરીને અબોલ જીવો માટે ભાવભર્યો, મંગલમય, અનુકંપાવાન યાદગાર બની ગયો છે.