પાંજરાપોળમાં ૩૫૦૦ જેટલા પશુઓ અને ૧૨૦૦ પક્ષીઓ મેળવી રહ્યા છે આશરો
આર્ય સંસ્કૃતીના પાયાનો સિધ્ધાંત ‘જીવો અને જીવવા દો’ જીવમાત્ર પ્રત્યે કરૂણા, વાત્સલ્ય, અનુકંપાનો ધોધ, જેના હૃદયમાં સદા વહેતો હોય તો તે ખરા અર્થમાં આર્ય પુત્ર કે આર્ય પુત્રી છે.
આવા આર્યપણાના ગુણોનાં ગુણાકાર કરવામાં નિમિત સહજ બનતી સંસ્થા એટલે રાજકોટ મહાજનની પાંજરાપોળ કે જયાં પશુઓનાં માલીકો દ્વારા નકામાં થઈ ગયેલા બિમાર પડેલા, અકસ્માત ગ્રસ્ત બનેલા આર્થિક કે અન્ય સંજોગોને કારણે તરછોડાયેલા પશુઓ માટે વાત્સલ્યસભર ક‚ણ દ્વિપ સમાન સુરક્ષીત વિકલ્પ આજી નદીનાં કાંઠે રાજેણા રાજકોટ નગરના પ્રજાવત્સલ રાજવી મ.સા. લાખાજીરાજે તે સમયના મહાજનો શ્રેષ્ઠીઓની કરૂણાભરી અમીદ્રષ્ટીની કદર રૂપે અનાથ પશુ માટે રાજમહોર સમી વિશાળ જગ્યા દિર્ધ દ્રષ્ટીથી આપી છે.આજે આ રાજકોટ મહાજનની પાંજરાપોળની મુલાકાતે જશો તો તમને પ્રજાવત્સલ રાજવીની યાદ રૂપે તે સમયનાં શ્રેષ્ઠી સખાવતી, મહાજનો, તેમજ સમગ્ર રાજકોટનાં આપણા જ બાપ દાદાઓનાં સહીયારા તન મન ધનથી અવિરત ૧૨૦ વર્ષોથી ઉભેલી સંસ્થા આજે વટવૃક્ષ બનીને કરૂણા મંદિર તીર્થ મંદિર સમી અંદાજીત ૩૫૦૦ જેટલા પશુઓ અને ૧૨૦૦ જેટલા પક્ષીઓ માટે આશ્રયરૂપ બની છે. અહી પશુ ચિકિત્સકો દ્વારા જરૂરી ઓપરેશન, દવા સારવાર પણ નિયમિત થાય છે.
રાજકોટ માજનની પાંજરાપોળને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ વતન પ્રેમીઓ, તેમજ રાજકોટવાસીઓ પ્રત્યે ગૌરવ છે કે આ વિશાળ જીવદયાનો સેવાયજ્ઞ કે જેનો દૈનિક નિભાવ ખર્ચ અંદાજીત દોઢ લાખ જેવો થાય છે. તેમ છતા સમગ્ર ગુજરાતીઓ, જીવદયા પ્રેમીઓની, મદદથી શકય બને છ.