ઓવરબ્રિજનું કામ એપ્રિલમાં પૂર્ણ કરવાનું હતું, પણ એજન્સી હજી મહિનાઓ ઠેકાડી દેશે : બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો કરવામાં પણ ડાંડાઈ, માત્ર બ્રિજ નીચેનો રસ્તો ખુલી જાય તો પણ વાહન ચાલકોને એક કિમીના ચક્કર કાપવાના મટે અને ઇંધણનો વ્યય થતો બચે
દરરોજ પોણો લાખ વાહનનોને 150 ફૂટ રોડથી મોરબી રોડ અને મોરબી રોડથી 150 ફૂટ રોડ જવામાં મસ મોટું ચક્કર કાપવું પડે છે, બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો મુકવાનો એજન્સીની એક મુદત ફેઈલ ગઈ હોય હવે તેની સામે કાર્યવાહીની જરૂર
માધાપર ચોકડીની પળોજણ ક્યારે પતશે તે પ્રશ્ન હવે ન માત્ર રાજકોટ શહેરનો પણ સમગ્ર સૌરાષ્ટ્રનો બન્યો છે. આ બ્રીજના ધીમા કામના લીધે અહીં વાહનચાલકોને એક કિમીનું ચક્કર કાપવું પડતું હોય, દરરોજ અંદાજે 4 લાખની કિંમતના ઇંધણનો વેડફાટ થઈ રહ્યો છે.
માધાપર ચોકડીએ રૂ. 70 કરોડના ખર્ચે 1200 મીટર લંબાઈના હાઈલેવલ બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બ્રીજમાં કૂલ 24 પિયર છે. માધાપર ચોકડી મહત્વનો વિસ્તાર છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જરૂરી છે.જો કે માધાપર ચોકડી બ્રિજનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેવો તંત્રએ અગાઉ અનેક વખત દાવો કર્યો છે પણ આ દાવો હવે ખોટો પડી રહ્યો છે. હજુ પણ આ બ્રીજને તૈયાર થવામાં મહિનાઓ વીતી જાય તેમ છે.
ઓવરબ્રિજનું કામ એપ્રિલમાં પૂર્ણ કરવાનું હતું. પણ એજન્સી હજી મહિનાઓ ઠેકાડી દેશે તે નક્કી છે કામ હાલ ગોકળ ગતિએ ચાલી રહ્યું હોય, કોઈ રોકવા કે ટોકવા વાળું નથી. અધૂરામાં પૂરું બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો કરવામાં પણ ડાંડાઈ કરવામાં આવી રહી છે. માત્ર બ્રિજ નીચેનો રસ્તો ખુલી જાય તો પણ વાહન ચાલકોને એક કિમીના ચક્કર કાપવાના મટે અને ઇંધણનો વ્યય થતો બચે તેમ છે.
દરરોજ પોણો લાખ વાહનનોને 150 ફૂટ રોડથી મોરબી રોડ અને મોરબી રોડથી 150 ફૂટ રોડ જવામાં મસ મોટું ચક્કર કાપવું પડે છે. અહીં દરરોજ પોણો લાખ વાહનો પસાર થાય છે. એક અંદાજ મુજબ આ તમામ વાહનોને એક કિમીનું ચક્કર કાપવું પડતું હોય દરરોજ અંદાજે રૂ. 4 લાખના ઇંધણનો વ્યય થઈ રહ્યો છે. બ્રિજ નીચેનો રસ્તો ખુલ્લો મુકવાનો એજન્સીની એક મુદત ફેઈલ ગઈ હોય હવે તેની સામે કાર્યવાહીની જરૂર જણાઇ રહી છે.
બ્રિજનું કામ ક્યારે પૂરું થશે ? તારીખ તો જાહેર કરો : કોંગ્રેસ
માધાપર ચોકડીએ છેલ્લા ઘણા સમયથી ચાલતા બ્રિજના કામથી લાખો શહેરીજનો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હવે વહેલામાં વહેલી તકે માધાપર ચોકડીને વાહન વ્યવહાર માટે ખૂલી મૂકવા અને શક્ય તેટલી ઝડપથી બ્રિજનું લોકાર્પણ કરવા તેમજ કામમાં વિલંબ બદલ કોન્ટ્રાકટર એજન્સીને પેનલ્ટી ફટકારવા અમો રાજકોટ કોંગ્રેસ સમિતિના આગેવાનોની માંગણી છે.માધાપર ચોકડીએ ચાલતો બ્રિજનો પ્રોજેકટ કયારે પૂર્ણ થશે તેની તારીખ પણ જાહેર કરવામાં આવે તેની માંગણી છે. રાજકોટ શહેરમાં સિવિલ હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ,
નાના મવા ચોકડી બ્રિજ સહિતના ત્રણ-ત્રણ ઓવરબ્રિજ પ્રોજેકટ કે જે મહાપાલિકા હસ્તક નિર્માણાધીન હતા તે પૂર્ણ થઈ ગયા છે પરંતુ હજુ સુધી માધાપર ચોકડીના બ્રિજનું કઇ ઠેકાણું નથી માધાપર વિસ્તાર હવે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં 3 હેઠળનો વિસ્તાર હોય બ્રિજનું કામ વિલંબિત થવાના લીધે હાઇવે ઉપરના વાહન ચાલકો ઉપરાંત વોર્ડ નં 3ના રહીશોને પારાવાર પરેશાની થય રહી છે વોર્ડ નં 3માં માધાપર, નાગેશ્વર, ઘંટેશ્વર, મનહરપુર સહિતના વિસ્તારોમાં ઉપરાંત રેલનગર તેમજ રોણકી, બેડી વિસ્તારના હજારો શહેરીજનોને માધાપર ચોકડીએ ડાયવર્ઝનના કારણે ફરી ફરીને જવું પડતું હોય છે. અમૂલ્ય માનવ કલાકો ઈંધણના પૈસા વેડફાઇ રહ્યા છે ત્યારેરાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોની માંગણી છે કે રાજકોટના જિલ્લાના કલેક્ટર તાકીદે માધાપર ચોકડીને બ્રિજ મામલે જરૂરી તમામ વિભાગો અને એજન્સીની સાથે મિટિંગ યોજી યોગ્ય નિર્ણય કરે. એમ જશવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી,અશોકસિંહ વાધેલા,ગૌરવ પૂજારાની યાદીમાં જણાવાયું છે.