શોખ બડી ચીજ હૈ રાજકોટ આરટીઓમાં ફોર વ્હીલની નવી સીરીઝના નંબર ફાળવણીમાં ઈતિહાસ રચાયો છે રાજકોટના બિલ્ડરે નવી મર્સીડીઝમાં 7નંબર લેવા માટે નવી લકઝરી કાર ખરીદાય તેટલી અધધધ…રકમની બોલી લગાવી હરરાજીમાં નંબર મેળવી લેતા આ ચર્ચાનો વિષય બન્યો છે. પોતાનો મનપસંદ નંબર મેળવવા માટે રાજકોટના બિલ્ડર ગોવિંદભાઈ હંસરાજભાઈ પરસાણાએ અધધ…19 લાખથી વધુ રૃપિયા આપીને રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી 0007 નંબર ખરીદ્યો. ગોવિંદભાઈ પરસાણાએ 56 લાખ રૂપિયામાં મર્સીડીઝ જીએલસી ખરીદી છે. આ અંગે તેમણે જણાવ્યુ કે, તેને ખબર જ નહતી કે નંબર ખરીદવા માટે કરેલુ રોકાણ તેમની મર્સિડિઝ કારના 33 ટકા જેટલી કિંમતમાં પડશે.
ગુજરાત રીઝનલ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ સ્વીકાર્યુ કે, ગોવિંદ પરસાણાની બોલી 19.01 લાખ રૃપિયા હતી જે ગુજરાતમાં અત્યાર સુધીની સૌથી વધારે છે. મહત્વનું છે કે, રાજકોટ આરટીઓમાં કુલ 768 નંબરની ફાળવણી હરાજીથી કરવામા આવી હતી. તેમા એક નંબર માટે ઉપેન્દ્રસિંહ ચુડાસમાએ 8.53 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. આ ઉપરાંત બે નંબર માટે 3.56 લાખ, 99 નંબર માટે 3.88લાખ રૃપિયામાં ખર્ચવામાં આવ્યા છે