વિક્રમ સંવત ૨૦૭૫ ને આવકારતા ૨૦૧૮ ને વિદાય આપતા ભોજન સમારંભ સાથે ગેટ ટુ ગેધર સ્નેહમિલનનું આયોજન તડકા રેસ્ટોરન્ટ પાર્ટી પ્લોટ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલ, જેમાં બહોળી સંખ્યામાં સભ્ય પરિવાર ઉ૫સ્થિત રહી ગૌરવ પૂર્ણ સ્નેહ મિલન, ગેટ ટુ ગેધર કાર્યક્રમ ભાઇચારા સાથે સંપન્ન થયો હતો.
સર્વે વેપારી સભ્ય પરિવારને કેસર પેંડા ચોકલેટથી મીઠું મોઢું કરાવી આવકારીને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવેલ.
ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવા મનસુખભાઇ કે.પટેલ, ઉપપ્રમુખ જયંતિભાઇ ટીલવા, મંત્રી અશ્વીનભાઇ સી. પટેલ, સેક્રેટરી જીતેન્દ્રભાઇ મહેતા, ટ્રેઝરર નવનીતભાઇ એચ. કલ્યાણી, કારોબારી નટવરલાલ ટીંબડીયા, વસંતરાય સેજપાલ, પ્રકાશચંદ્ર અંબાણી વગયેરે જહેમત ઉઠાવી હતી.