તાજેતરમાં રાજકાષટ મશીનરી ડીલર્સ એસો.ની એન્યુઅલ જનરલ મીટીંગ મેસોનિક હોલ ભૂતખાના ચોક, ઢેબરભાઈ રોડ ખાતે યોજવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં મેમ્બરો કપલમાં ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યકમ્રનાં પ્રથમ ચરણમાં નવી કારોબારી ૨૦૧૮-૧૯થી ૨૦૨૦-૨૧ એમ ત્રણ વર્ષ માટે નકકી કરવાનો હોય અભ્યમિત્રોને સરકયુલરથી જાણ કરવામાં આવેલ સર્વસંમતિથી નવી કારોબારી કમીટીમાં પ્રમુખ પદે મનસુખભાઈ કે. પટેલ ઉપપ્રમુખપદે જયંતિભાઈ કે.ટીલવા મંત્રી પદે અશ્ર્વીનભાઈ સી. પટેલ જોઈન્ટ સેક્રેટરી પદે જીતેન્દ્રભાઈ એન. મહેતા ટ્રેઝરર પદે નવનીતભાઈ એચ. કલ્યાણી, કારોબારી સભ્ય પદે નટવરલલ એસ. ટીંબડીયા, અરવિંદભાઈ આર. સેજપાલ પ્રકાશચંદ્ર સી. અંબાણી, વસંતરાય એચ. સેજપાલ શરદભાઈ આર. સેજપાલ, પ્રદીપભાઈ ડી. ટાંક, રાજુભાઈ ભાડલીયા, શરદભાઈ આર.સેજપાલ, પ્રદીપભાઈ ડી. ટાંક, રાજુભાઈ ભાડલીયા, વિજયભાઈ બુધ્ધદેવ પિયુષભાઈ પટેલ સહિત ૧૪ સભ્યોની નવી કારોબારીને એ.જી.એમ. એ. આવકારી બહાલી સાથે શુભેચ્છા પાઠવેલ હતી.
માનદ મંત્રી અશ્ર્વીનભાઈ પટેલએ ગત ત્રિ-વાર્ષિક સત્ર ૨૦૧૪-૧૫થી ૨૦૧૭-૧૮નો અહેવાલ રજૂ કરેલ તેમના વર્ષનાં હિસાબો રજુ કરેલ, અને આજની જનરલ મીટીંગનાં ખર્ચને બહાલી માંગેલ ત્રણેય કાર્યવાહીને એ.જી.એમ.ના હાઉસે બહાલી સાથે મંજૂર કરેલ.
કાર્યક્રમનાં દ્વિતિય ચરણમાં નવા હોદેદારોને સર્વસંમતિથી આવકારતા કારોબારીએ પ્રોત્સાહિત સન્માનમાં પ્રમુખ મનસુખભાઈ પટેલનું ફૂલહારથી નટુભાઈ ટીંબડીયા અને પ્રકાશભાઈ અંબાણીએ કરેલ. ચાલુ સાલનાં લવાજમો ચેક વહેલાસર મોકલી આપવા તથા ઉપરોકત એસોસીએશનની નવી મેમ્બરશીપ મેળવવા મંત્રી અશ્ર્વીનભાઈપટેલ -ગીતાએન્જી. કોર્પોરેશન મો.નં. ૯૭૨૮૨ ૦૧૦૬૨ ખાતે સંપર્ક કરવા અનુરોધ કરેલ છે. ઉપરોકત કાર્યક્રમને સફળ બનાવવામાં મનસુખભાઈ પટેલ, જયંતિભાઈ ટીલવા, અશ્ર્વીનભાઈ પટેલ, જીતુભાઈ મહેતા, સહિતનાઓએ જહેમત ઉઠાવેલ હતી.