રાજ્યમાં 5200થી વધુ ગાયોનો ભોગ લેનાર લમ્પી’નબળો પડ્યો
રાજ્યમાં 5200 થી વધુ ગાયોનો ભોગ લેનાર લમ્પી’ નબળો પડ્યો હોવાનું સામે આવ્યું છે. લમ્પી ડીસીઝથી માત્ર ગાયોને જ અસર થઈ હોવાનું અને ભેંસો સુરક્ષિત નજરે પડી છે. સૌરાષ્ટ્રના તમામ 11 અને કચ્છ સહિત રાજ્યના 26 જિલ્લાઓમાં પ્રસરેલો અને ગૌવંશ પર સૌથી મોટો ખતરો સર્જનાર લમ્પિ સ્કીન ડીસીઝ વાયરલ રોગચાળાએ રાજ્યમાં 5200 થી વધુ સત્તાવાર મૃત્યુ નોંધાયા છે, અનેક સંતોએ આ માટે પ્રાર્થના,હવન કર્યા હતા અને ટેક લીધી હતી પરંતુ, અંતે હવે આ લમ્પિ વાયરસ નબળો પડ્યો છે અને નવા કેસો અને મૃત્યુ પ્રમાણમાં મોટો ઘટાડો થયાનું પશુપાલન વિભાગે આજે જણાવ્યું છે.
રાજકોટમાં પખવાડિયા પહેલા ગાયોના દૈનિક મૃત્યુ ચારથી પાંચ ગણા વધી જઈને રોજ 40 થી વધુ મૃતદેહોનો મનપા દ્વારા રાઉન્ડ ધ ક્લોક નિકાલ કરવો પડતો હતો.આજે મનપાના સૂત્રો અનુસાર દૈનિક 8 થી 10 મૃત્યુ નોંધાય છે જે સામાન્ય આ સીઝનમાં નોંધાતા હોય છે.
રાજકોટ જિલ્લામાં પશુપાલન હેરફેર ઉપર પણ પ્રતિબંધ મુક્યો હતો. વિભાગે જણાવ્યું કે આજે જિલ્લામાં માત્ર 2 કેસ નોંધાયા છે અને એકપણ મૃત્યુ નોંધાયું નથી, રોગચાળો મંદ પડી ગયો છે, અત્યાર સુધીમાં જિલ્લામાં ફૂલ 7606 ગાયો લમ્પિના ઝપટે ચડ્યાનુ જિલ્લામાં
ચોપડે નોંધાયું છે જેમાં 307 ના મૃત્યુ નીપજ્યા છે.95 ટકા ગાયોમાં વેક્સીનેશન કરી લેવાયું છે અને રસીની અસર વર્તાતા હવે રોગચાળો મંદ પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગાયોમાં જીવલેણ રોગચાળાના પગલે સરકારે સૌરાષ્ટ્રના તમામ સહિત 15 જિલ્લાઓને નિયંત્રીત પશુપાલન વિભાગના સૂત્રો અનુસાર લમ્પિ વાયરસની અસર માત્ર ગાયોમાં જ અને કંઈક અંશે ગૌવંશમાં જોવા મળી હતી જ્યારે ઘેટાં,બકરાં,ભેંસ સહિત પશુઓમાં જિનેટીક્સ બંધારણને પગલે અસર જોવા મળી ન્હોતી અને એ પશુધન સુરક્ષિત રહ્યું હતું.
બીજી તરફ શ્રાવણ માસમાં ગાયોના ટપોટપ મૃત્યુથી જીવદયાપ્રેમી લોકોના હૈયા દ્રવી ઉઠ્યા હતા, બીન સત્તાવાર, માલધારીઓના મતે મૃત્યુ આંક ત્રણ ચાર ગણો વધારે હતો અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોના મૃતદેહો ઠેરઠેર નજરે પડ્યા હતા. ભારે હાહાકાર મચ્યો હતો. હવે સાચી સમૃધ્ધિના પ્રતિક એવી ગૌમાતાના સંવર્ધન માટે નક્કર પગલા વધુ જરૂરી બનશે તેમ પશુપાલકો જણાવી રહ્યા છે.
બિન સત્તાવાર મૃત્યુ આંક ત્રણ ગણો
રાજકોટ જિલ્લાના પશુ પાલકોના મતે બિન સત્તાવાર મૃત્યુ આંક ત્રણ ગણો રહ્યો છે.તંત્ર આ આંક છુપાવી રહ્યું છે. રાજકોટમાં પણ ગાયોનું દૈનિક મૃત્યુ પ્રમાણ 40 થી ઘટીને 8-10 થયું છે. લમ્પી રોગનો ભોગ બનેલા પશુ પાલકોને પૂરતી સહાય મળવી જોઈએ એમ પશુ પાલકોએ જણાવ્યું હતું.