રાજકોટની ન્યુઝ એર સર્વિસની બોલેરો પીકઅપને ત્રણ કારમાં આવેલા આઠ થી દસ જેટલા શખ્સોએ આંતરી લૂંટ ચલા વતા રાજયભરમાં નાકાબંધી
1400 કિલો ચાંદીની લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણીની શંકા સાથે શકમંદોની અટકાયત કરી પૂછપરછ
જુદા જુદા વેપારીની ચાંદીના ઘરેણા એરપોર્ટ પર પહોંચે તે પહેલાં લૂંટારાઓએ ચાલક અને ક્લિનરને બંધક બનાવી માર મારી લૂંટ ચલાવી
રાજકોટથી રુા.3.88 કરોડની ચાંદી ભરેલો બોલેરો પીકઅપ અમદાવાદ એરપોર્ટ પહોચે તે પહેલાં સાયલા પાસે ત્રણ કારમાં ઘસી આવેલા આઠ થી દસ જેટલા શખ્સોએ બોલેરોના ચાલક અને ક્લિનર પર હુમલો કરી 1400 કિલો ચાંદીની દિલ ધડક લૂંટ ચલાવી ભાગી ગયાનું પોલીસમાં નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે લૂંટનો ભેદ ઉકેલવા રાજયભરની પોલીસને એલર્ટ કરી નાકાબંધી કરાવી છે.
આ અંગેની પોીલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારના રણછોડનગર શેરી નંબર 4માં આવેલા એન.એન.લોજીસ્ટના નામે ન્યુઝ એર સર્વિસ નામની પેઢી દ્વારા જુદા જુદા વેપારીનું મોટી રકમનું ચાંદી દરરોજ અમદાવાદ એરપોર્ટ ખાતે મોકલવામાં આવે છે. આ નિત્યક્રમ મુજબ રાજકોટના અમિત અને ત્રિવેણી બોલેરો પીકઅપમાં રુા.3.88 કરોડની કિંમતના 1400 કિલો ચાંદીના ઘરેણા લઇને અમદાવાદ એરપોર્ટ જવા નીકળ્યા હતા.
બોલેરો પીકઅપ રાજકોટથી સાડા નવ વાગે નીકળ્યા બાદ રાત્રે સાડા અગીયાર કલાકે સાયલા નજીક પહોચ્યા ત્યારે ત્રણ કારમાં આવેલા આઠથી દસ જેટલા લૂંટારાઓએ બોલેરો પીકઅપને આંતરી અમિત અને ત્રિવેણીને બંધક બનાવી માર મારી કારમાંથી ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી અમિત અને ત્રિવેણીને લીંબડી નજીક કારીયાણી કામ પાસે છોડીને ભાગી ગયા હતા.
લૂંટનો ભેદ ઉકેલવા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, સુરેન્દ્રનગર એસપી હરેસ દુધાત, ડીવાયએસપી એચ.પી.દોશી, મુંધવા અને એલસીબી સ્ટાફ દ્વારા નાકાબંધી કરાવી સઘન તપાસ હાથધરી છે. લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણઈ હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
લૂંટારોની ટીમ રાજ્ય વ્યાપી હોવાની પોલીસને શંકા
સાયલા નજીક ચાંદી તેમજ અન્ય કીમતી ઝવેરાત ની લૂંટ કરી અને લૂંટારવો ફરાર બન્યા છે ત્યારે 1400 કિલોથી વધુ ચાંદીની લૂંટ કરી અને લૂંટારવો ફરાર બન્યા હોય તેવું બહાર આવતા સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસના મામલે કામે લાગી છે ત્યારે લૂંટ કરનારી ગેંગ રાજ્યવ્યાપી હોવાનું બહાર અને શંકામાં આવ્યું છે આજ આધારે વિવિધ પ્રકારની ટીમો બનાવી અને પોલીસે પણ તપાસ હાથ ધરી છે બંને જે ભોગ બનનાર છે તેમને પણ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે તેમની પણ સઘનન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓને પકડવા રેન્જની 17 ટીમો કામે લાગી
સાયલા નજીક ચાંદીની લૂંટ મામલે રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર આવ્યા બાદ રેન્જની કુલ 17 જેટલી ટીમો ઘટનાને લઇ અને કામે લાગી છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ મોરબી રાજકોટ તથા સુરેન્દ્રનગર તથા જામનગર સહિતની એલસીબી ની ટીમો કામે લગાવવામાં આવી છે અને કુલ 17 જેટલી ટીમો પીઆઇ સહિતના સ્ટાફ સાથે લૂંટના બનાવને લઈ અને કામે લગાવવામાં આવી છે ચાંદી સહિત કીમતી ઝવેરાતમાં 3.80 કરોડ રૂપિયાના મુદ્દા માલની લૂંટ થઈ છે તેવું બહાર આવ્યું છે ફરિયાદ દાખલ કરવાની સાયલા પોલીસે હાથ ધરી છે અને સમગ્ર ગુજરાત રાજ્યની બોર્ડરો સિઝ કરવામાં આવી છે
ઘટનાની જાણ થતા રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ સુરેન્દ્રનગર પહોંચ્યા
સુરેન્દ્રનગરના સાયલા નજીક અંદાજિત 1400 કિલો ચાંદી અને અન્ય કીમતી જ્વેલરી ની લૂંટ થઈ છે ત્યારે બોલેરો પીકપ કારમાં આવી રહેલા જે કુરિયરના માણસો હતા તેમને પકડી રાખી અને ત્રણ ગાડીમાં આવેલા લુટારોએ ગાડીમાં પડેલી 1400 કિલો ચાંદી અને અન્ય કીમતી જવેલરી વસ્તુની લૂંટ ચલાવી છે ત્યારે આ મામલે ઘટનાની જાણ થતા રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે સાયલા પોલીસની મુલાકાત લઇ અને સમગ્ર ગુજરાત રાજ્યની જે રાજ્ય વ્યાપી બોડરો છે ત્યાં બંદોબસ્ત ગોઠવવા અને સીલ કરવા અંગેની સૂચના આપી છે અને તાત્કાલિક પણે તપાસનો દોર યથાવત કરવામાં આવ્યો છે.